તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલોલમાં 121 ટકા, દહેગામમાં 109 ટકા અને માણસામાં 98 ટકા વરસાદ નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર જિલ્લાનો વરસાદ ત્રણ દિવસ પહેલાં 100 ટકાને પાર થયાં પછી પણ ચાલુ રહેલી ઝાપટાવાળીના પગલે જિલ્લાની મોસમના વરસાદની ટકાવારી 105 ટકા પર પહોંચી ગઇ છે. ચાર તાલુકા પૈકી માણસામાં 98 ટકા, દહેગામ 109 ટકા અને કલોલ 121 ટકાએ પહોંચી ગયાં પછી પણ ગાંધીનગર તાલુકામાં હજુ 12 ટકાની ઘટ રહી છે. ગાંધીનગર તાલુકાનો વરસાદ 88 ટકાએ પહંચ્યો છે. પરંતુ જગતનો તાત હવે વિરામ જંખી રહ્યો છે, કેમ કે ખેતરોમાં ડાંગર અને કપાસના પાકને હવેના વરસાદથી નુકશાનની દહેશત ઉભી થઇ ગઇ છે.

હજુ નવરાત્રી દરમિયાન અને ત્યાર પછીના દિવસોમાં વરસાદ ચાલુ રહી શકે છે, તેવા હવામાન તંત્રના નિર્દેશના કારણે ખેડૂતો ખરા અર્થમાં ચીંતામાં મુકાયા છે. ખેતરમાં ઉભા પાકના મુળને નુકશાન થવાનો ભય સતાવવા લાગ્યો છે.

સાથે જ વરસાદની સાથે પવન ફૂંકાવાના સંજોગોમાં તો ડાંગર પડી જવા લાગી છે. બીજી બાજુ કપાસના પાકમાં રૂના ફૂલ લાગી ગયા છે, તેમાં કોહવાટ થવાની બિક પણ ખેડૂતો જતાવી રહ્યાં છે. હજુ બે દિવસ પહેલાં જ માણસા પંથકમાં 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યારે કપાસ અને ડાંગરના પાકને નુકશાન થયું હતું.

હાલની સ્થિતિએ જિલ્લામાં મોસમની 30.76 ઇંચની વરસાદની સરેરાશ સામે 32.08 ઇંચ વરસાદ થઈ ગયો છે. તેમાં ગાંધીનગર તાલુકામાં 28.16 ઇંચની સામે 24.60 ઇંચ, માણસા તાલુકામાં 32.04 ઇંચની સામે 31.40 ઇંચ, દહેગામ તાલુકામાં 32.32 ઇંચની સામે 35.24 ઇંચ અને તલોલ તાલુકામાં 31.04 ઇંચની મોસમની સરેરાશની સામે 37.28 ઇંચ વરસાદ રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં નોંધાયો છે. બીજી બાજુ સમગ્ર જિલ્લામાં હજુ વરસાદી માહોલ જેમનો તેમ જોવામાં આવી રહ્યો છે.

સતત પવન ફૂંકાતા ડાંગરના પાકને નુકસાન , કપાસ કોહવાઈ જવાની ભીતિ
વરસાદની સાથે પવન ફૂંકાવાના સંજોગોમાં તો ડાંગર પડી જવા લાગી છે. બીજી બાજુ કપાસના પાકમાં રૂના ફૂલ લાગી ગયા છે, તેમાં કોહવાટ થવાની બિક પણ ખેડૂતો જતાવી રહ્યાં છે. હજુ બે દિવસ પહેલાં જ માણસા પંથકમાં 12 કલાકમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ત્યારે કપાસ અને ડાંગરના પાકને નુકશાન થયું હતું. જિલ્લામાં મોસમની 30.76 ઇંચની વરસાદની સરેરાશ સામે 32.08 ઇંચ વરસાદ થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...