તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ST બસની ગતિ મર્યાદિત કર્યા બાદ રનિંગ ટાઇમમાં ફેરફાર કરવાે જરૂરી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એસ ટી નિગમે બસની ગતિ મર્યાદિત કર્યા બાદ રનિંગ સમયમાં ફેરફાર નહીં કરતા નિયત સમયે એસ ટી બસો પહોંચતી નથી. જેને પરિણામે જીપીએસ સિસ્ટમથી ડ્રાઈવર અને કંડક્ટરોની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવતા રોષ ઉઠવા પામ્યો છે. આથી રનિંગ સમયમાં પણ ફેરફાર કરવાની માંગ સાથે ગુજરાત એસ ટી મઝદૂર મહાસંઘે રજુઆત કરી છે.

નિગમે બસમાં ફીટ કરેલી જીપીએસ સિસ્ટમથી અનિયમિત રહેતી એસ ટી બસો નિયમિત થઇ ગઇ હોવાનો સૂર ઉઠી રહ્યો છે. ઉપરાંત રનિંગ ટાઇમ એક કિ.મી. માટે 1.15 મિનીટનો સમય જ્યારે લોકલ શિડ્યુલ માટે એક કિ.મી. રનિંગ ટાઇમ 1.50 મિનીટ નક્કી કર્યો હતો.

નિગમની અગાઉની સ્પિડથી અકસ્માતોનું પ્રમાણ વધી ગયુ હતું. આથી એસ ટી નિગમે તેમાં ફેરફાર કર્યો છે. જેમાં હાલમાં એક્સપ્રેસ રૂટમાં પ્રતિ કલાક 75 કિ.મી. અને લોકલ રૂટમાં પ્રતિ કલાક 60 કિ.મી.ની ગતિમર્યાદા નક્કી કરી છે. જોકે નિગમે ગતિમર્યાદા કરી પરંતુ રનિંગ ટાઇમમાં કોઇ જ ફેરફાર નહી કરાતા ડ્રાઈવર અને કંડક્ટરોમાં રોષ ઉઠવા પામ્યો છે. હાલમાં ટ્રાફિક, સિગ્નલો, સ્પિડબ્રેકરો, પીક-અપ સ્ટેન્ડો, રોડ-રસ્તાના સમારકામોને લીધે રનિંગ ટાઇમ નહી જળવાતા નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરોને સામે કરાતી દંડનીય કાર્યવાહીને તાકિદે બંધ કરવાની માંગ ગુજરાત એસ ટી મઝદૂર મહાસંઘે કરી છે.

ઉપરાંત જીપીએસના આધારે રીયલ રનિંગ ટાઇમથી કર્મચારીઓનુ ડ્યુટી લીસ્ટ તેમજ સમયપત્રક બનાવાય તો બસો લેઇટ આવવાની અને કર્મચારીઓનું ડ્યુટી લીસ્ટ જળવાતું નહી હોવાના પ્રશ્નો હલ થાય અને આવક વધશે તેવી માગ મહાસંઘના પ્રદેશ મહામંત્રી જગદીશભાઇ પટેલે કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો