ઈન્ટરનેશનલ કોન્ફરન્સ: મહાત્મા મંદિરમાં 130 દેશોના મહેમાનો આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારની યજમાનીમાં યુનાઇટેડ નેશન્સ અને વન વિભાગ દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 15 ફેબ્રુઆરીથી એક સપ્તાહ માટે ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 130 દેશના પ્રતિનિધિઓ માઈગ્રેટરી સ્પીસ થીમ પર ચિંતન-મનન કરશે. આ સંજોગોમાં તંત્ર વાઇબ્રન્ટ સમિટના આયોજનની યાદ અપાવે તેવી રીતે કામે લાગ્યું છે.

તો બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા મહેમાનોની સુરક્ષાને ધ્યાને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં એક સપ્તાહ સુધી 1 આઈજી, 7 એસપી, 51 ડીવાયએસપી, 120 પીઆઈ, 160 પીએએસઆઈ, 2000 હજાર પોલીસ જવાનો ખડેપગે રહેશે. સુરક્ષા માટે રાજ્યના વિવિધ જિલ્લામાંથી પોલીસને ગાંધીનગર ખડકી દેવાઈ છે. સુરક્ષાને ધ્યાને લઈને ગુરુવારે રિહર્સલ કરાયુ હતું. જેમાં પોલીસ ખૂટી પડતા સચિવાલય સુરક્ષા શાખાના જવાનોને રિહર્સલમાં જોડી દેવાતા નવા સચિવાયલના સાત ગેટમાંથી પાંચ ગેટ બંધ રખાયા હતા.

અન્ય સમાચારો પણ છે...