તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લાના 90 ગામોમાં મતદાન જાગૃતિ અને સિવિજીલ એપની માહિતી અપાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાની ચુંટણીની આદર્શ આચારસંહિતાનો ભંગ એટલે શું કેવી રીતે અને કઇ રીતે ભંગ થાય તેની જાણકારી ચુંટણી પંચની સીવીજીલ એપ ઉપર કેવી રીતે કરી શકાય. આચારસંહિતના ભંગની ફરિયાદ કોણ અને કેવી રીતે કરી શકાય તેનાથી ગ્રામજનોને માહિતગાર કરવાની કામગીરી ફ્લાઇંગ સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી. જિલ્લાના 90 ગામોને દસ ટીમ દ્વારા જનજાગૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ચુંટણીને હવે માંડ દસેક દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકિય પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે અનેક લોભામણી વસ્તુ કે નાણાં આપવામાં આવે છે. લોકસભા ચુંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી કડક થાય તેમજ તેનાથી ગ્રામજનો માહિતગાર થાય તે માટે જિલ્લા ચુંટણી પંચ દ્વારા જનજાગૃત્તિનો કાર્યક્રમ યોજાયો હતો. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા જિલ્લાના 90 ગામોમાં જનજાગૃત્તિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત આગામી જિલ્લાના અન્ય ગામોમાં પણ આ અભિયાન ચલાવવામાં આવનાર છે. આદર્શ આચારસંહિતા એટલે શું. આચારસંહિતાનો ભંગ કેવી રીતે થાય છે. આચારસંહિતા ભંગની ફરિયાદ કોને અને કેવી રીતે કરી શકાય. આચારસંહિતા ભંગની ફરિયાદ કરવા માટે ચુંટણી પંચ દ્વારા અમલી બનાવેલી સીવીજીલ એપ ઉપર કેવી રીતે ફરિયાદ કરી શકાય સહિતની જાણકારી ફ્લાઇંગ સ્ક્વોડની દસ ટીમો દ્વારા આપવામાં આવી હતી.

આચારસંહિતાને સાથે સાથે કાળઝાળ ગરમીને લીધે મતદાન ઘટવાની શક્યતા રહેલી છે. ત્યારે લોકો પોતાના મતનું મૂલ્ય સમજે અને મતદાર ફરજિયાત મતદાન કરે તે માટે જનજાગૃતિ અભિયાન ફ્લાઇંગ સ્કવોડ દ્વાર ચલાવવામાં આવી રહ્યું છે. આચારસંહિતા ભંગની ફરિયાદ ચુંટણી પંચના એપ ઉપર કરવાથી માત્રને માત્ર ચોવીસ કલાકમાં જ તેનો નિકાલ કરવામાં આવતી હોવાની માહિતી જિલ્લા 90 ગામના ગ્રામજનોને અપાઈ હતી. ગ્રામજનોને ફરજિયાત મતદાન કરવાથી શું ફાયદા થાય તેની જાણકારી ગ્રામજનોને અપાઈ હોવાનું ફ્લાઇંગ સ્કોવોડના અધિકારી ડી.પી.જાદવે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...