તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગરની સિવિલના ઇન્ડોર દર્દીઓને પણ હવે અક્ષયપાત્રનું ભોજન આપવામાં આવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શાળાના વિદ્યાર્થીઓ બાદ હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓને પણ અક્ષયપાત્ર સંસ્થાનું ભોજન સવારે અને સાંજે અપાશે. જેમાં તબીબોના સૂચવેલા ડાયટ પ્લાન મુજબ દર્દીઓને ભોજન આપવામાં આવશે.

વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન મળી શકે તે માટે અક્ષયપાત્ર સંસ્થા દ્વારા મધ્યાહન ભોજન આપવામા આવે છે. ત્યારે હવે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓને પણ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન અપાશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સિવિલ હોસ્પિટલના રસોડામાં ભોજન બનાવીને ઇન્ડોર દર્દીઓને અપાતું હતું. અમદાવાદની જેમ ગાંધીનગર સિવિલના ઇન્ડોર દર્દીઓને આવુ ભોજન મળશે.

ભોજનમાં દર્દીઓને બપોરે દાળ, ભાત , શાક, રોટલી અને સલાડ ભોજનમાં અપાશે. જ્યારે સાંજે દર્દીઓને ખીચડી, કઢી, શાક અને રોટલીનું ભોજન પીરસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સરેરાશ 450થી 475 દર્દીઓ દરરોજ દાખલ હોય છે.

હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે અક્ષયપાત્રની ફેક્ટરીમાં 70થી 80 ડિગ્રી તાપમાનમાં ભોજન તૈયાર કરાશે. દર્દીઓને ગરમ ગરમ ભોજન મળે તે માટે 60 ડિગ્રી તાપમાન જળવાઈ રહે તેવા વાસણોમાં મૂકીને સિવિલ લાવવામાં આવશે તેમ સિવિલ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું છે.શાળાના વિદ્યાર્થીઓ બાદ હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓને પણ અક્ષયપાત્ર સંસ્થાનું ભોજન સવારે અને સાંજે અપાશે.

ડાયાબિટીસ દર્દીઓ માટે સુગર-ફ્રી ભોજન

સિવિલ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓ પૈકી ડાયાબિટીશના દર્દીઓને ડોક્ટરની સૂચના મુજબ અલગથી સુગર ફ્રી ભોજન તૈયાર કરીને અપાશે. ઉપરાંત હાઇપ્રોટીન ડાયટવાળા, બ્લડ પ્રેશરવાળા દર્દીઓને પણ ડોક્ટરે સૂચવેલા ડાયટ પ્રમાણે ભોજન અપાશે તેમ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડૉ. સુધા શર્માએ જણાવ્યું છે.

દર્દીઓના ભોજનમાં કઠોળ પણ અપાશે

ઇન્ડોર દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે ડોક્ટરના નિયત કરેલા ડાયટ પ્લાન મુજબ દર્દીઓને સપ્તાહમાં ત્રણ વખત કઠોળ આપવામાં આવશે. દર્દીઓને બપોરે 12 કલાકે અને સાંજે 7થી 7-30 કલાકના સમયગાળામાં અક્ષયપાત્ર સંસ્થાનું ભોજન પહોંચાડી દેવામાં આવશે.જેમાં તબીબોના સૂચવેલા ડાયટ પ્લાન મુજબ દર્દીઓને ભોજન આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો