તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયા સિરેમિક એશિયાના આયોજકોને નોટિસ પાઠવાઈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેક્ટર-17 એક્ઝિબિશન સેન્ટર ખાતે મેસે મુન્ચેન ઈન્ડિયા બુધવારથી ‘ઈન્ડિયન સિરેમિક એશિયા’ એક્ઝબિશન શરૂ થશે. ત્રણ દિવસના આ એક્ઝિબિશનમાં ફાયર સેફ્ટીના મુદ્દે આયોજકોને ફાયર વિભાગે નોટિસ ફટકારી છે. ફાયર એક્ઝિટમાં તાળા મારી દીધા, ફાયર એક્સટિંગ્વિસર એક પ્રકારના હતા ગેસ ટેબ એન પાણી ટેબના ન હતા.

એક્ઝિબિશની અંદર જ ફુડકોર્ટ સહિતના મુદ્દે ગાંધીનગર ફાયર ઓફિસર મહેશ મોડે આયોજકોને નોટિસ ફટકારી છે. જેમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન અને ફાયર સેફ્ટીની તકેદારી ન રખાય ત્યાં સુધી એક્ઝિબિશન બંધ કરવા જણાવાયું છે. જો આકસ્મીક ઘટના સર્જાય તો કાર્યવાહી કરવાની સુચના નોટિસમાં અપાઈ છે. એક્ઝિબિશનમાં સિરેમિક રો મટિરિયલ્સ, મશીનરી મેન્યુફેક્ચરર્સ અને ટેક્નોલોજી સપ્લાયર મળી દેશ-વિદેશની 300થી વધુ કંપનીઓએ લાગ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો