તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેક્ટર-2 બીમાં મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર સે-2 ખાતે મહિલાએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. મળેલી વિગત પ્રમાણે સેક્ટર-2 બી ખાતે રહેતાં 38 વર્ષિય દક્ષાબેન હિરાલાલ ડાભીએ ગુરૂવારે બપોરે કોઈકારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટના અંગે પોલીસને જાણ કરતાં સેક્ટર-7 પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રવિણસિંહ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે આપઘાત અંગે અકસ્માતે મોત નોંધી લાશના પોસ્ટમોર્ટમની તજવીજ હાથધરી હતી. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત માટે હાઈટ નાની હોવાને પગલે 38 વર્ષ ઉંમરે પણ દક્ષાબેનના લગ્ન ન થયા હોવાથી તેમને લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે.આ બનાવથી આ વિસ્તારમા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...