રિક્ષામાં બેસાડી ગઠિયા મહિલાના 1.31 લાખ દાગીના સેરવી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પેસેન્જરોને રીક્ષામાં બેસાડીને નજર ચુકવી પૈસા-દાગીના સેરવતી અને છેલ્લે તક ન મળે તો ધમકી આપી લૂંટ કરતી ગેંગ સક્રિય છે. ત્યારે આ ગેંગે હવે ચિલોડા પાસે એક મહિલાને ટાર્ગેટ બનાવી છે. વતન રાજસ્થાનથી ચિલોડા ઉતરેલા સેક્ટર-24ના મહિલાને રીક્ષામાં બેસાડીને 4 ગઠીયા 1,31,500ની કિંમતના દાગીના સેરવી છૂ થઈ ગયા છે.

સેક્ટર-24 સહયોગ એપાર્ટમેન્ટમાં રહેતાં દક્ષાબેન વિજયસિંહ સિસોદિયા (33 વર્ષ) પોતાના વનત રાજસ્થાન ખાતે લગ્ન પ્રસંગે ગયા હતા. ગઈકાલે સાંજે તેઓ રાજસ્થાનથી એક લક્ઝરીમાં ચિલોડા સર્કલ ઉતર્યા હતા. આ સમયે તેમના જાણીતા એક ભાઈપણ ત્યાં હાજર હતા. આ સમયે એક રીક્ષા આવી હતી, જેમાં પહેલાંથી જ ત્રણ પુરૂષો બેઠેલા હતા. જેથી દક્ષાબેન રીક્ષામાં પાછળ બેઠા હતા અને તેમના જાણીતાભાઈ ડ્રાઈવર પાસે બેસી ગયા હતા. એરફોર્સ પાસે આવતા જ રિક્ષા અચાનક બંધ પડી ગઈ હતી. જેથી ચાલકે રિક્ષા બગડી ગઈ છે કહીં બધાને ઉતારી દીધા હતા.

ત્યારબાદ રીક્ષા ચાલક ત્રણ પુરૂષો સાથે તરત જ લેકાવાડા પાટીયા તરફ નીકળી ગયો હતો. જે બાદ દક્ષાબેન અને બીજાભાઈ બીજી રીક્ષામાં ગાંધીનગર પહોંચ્યા હતા. ઘરે જઈ દક્ષાબેન બેગ ખોલતા અંદર પડેલા સોનાના દાગીના ગુમ હતા. જેમાં ત્રણ તોલાના આડ, ઝુમર-સેર વાળી બુટ્ટી, બે વીટી મળી કુલ 1,31,500ની કિંમતના દાગીનો સમાવેશ થાય છે. આ અંગે તેમણે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

પૈસા-દાગીના સેરવતી અને ધમકી આપી લૂંટ કરતી ગેંગ સક્રિય છે. ત્યારે આ ગેંગે હવે ચિલોડા પાસે એક મહિલાને ટાર્ગેટ બનાવી છે. વતન રાજસ્થાનથી ચિલોડા ઉતરેલા સેક્ટર-24ના મહિલાને રીક્ષામાં બેસાડીને 4 ગઠીયા 1,31,500ની કિંમતના દાગીના સેરવી છૂ થઈ ગયા છે.

બેગ પાછળ મૂકવાની ના પાડી પગમાં મુકાવી દાગીના તફડાવી લીધા
દક્ષાબેન રીક્ષામાં બેસતા સમયે બેગ પોતાની પાછ‌ળ મુકતા હતા. પરંતુ રીક્ષામાં બેઠેલા અંદાજે 25થી 35 વર્ષના પુરૂષોએ બેગ પાછળ મુકવા દીધી ન હતી અને પગમાં મુકવાનું કહ્યું હતું. જેથી તેમણે પોતાના પગમાં બેગ મુકી હતી. પોતાની 5 વર્ષની દીકરીને ખોળામાં બેસાડી હતી.અને બાદમા આ તમામે રિક્ષા બગડી હોવાનુ જણાવી મહિલાને ઉતારી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...