આરટીઇના પ્રથમ તબક્કામાં જિલ્લાની 268 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 2556

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આરટીઇના પ્રથમ તબક્કામાં જિલ્લાની 268 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 2556 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. વાલીઓએ તારીખ 13મી, સોમવાર સુધીમાં એડમિટ કાર્ડ બતાવીને શાળામાં ડોક્યુમેન્ટ જમા કરાવીને પ્રવેશ લઇ લેવા આદેશ કરાયો છે.

જોકે હજુ સુધી 662 વાલીઓએ શાળાઓમાં જઇને ડોક્યુમેન્ટ અપલોડ કરાવીને એડમિશન લઇ લીધું છે. આથી હજુ 1794 વિદ્યાર્થીઓ પ્રવેશ વંચિત રહેતા પ્રવેશની તારીખ લંબાવવા વાલીઓમાં માંગ ઉઠવા પામી છે.

ગરીબ અને વંચિત જૂથના બાળકો પણ ખાનગી શાળામાં શિક્ષણ મેળવી શકે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ નવા શૈક્ષણિક સત્રમાં જિલ્લાની 285 ખાનગી પ્રાથમિક શાળાઓમાં 3048 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. આરટીઇના પ્રવેશ માટે વાલીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. અરજીઓ માટે જિલ્લામાં 12 કેન્દ્રો ઉભા કરાયા હતા. નિયત સમયમર્યાદામાં જિલ્લામાંથી 4507 અરજીઓ આવી હતી. જેમાંથી નિયત ડોક્યુમેન્ટ નહી હોવાથી 24 અરજીઓને રીઝેક્ટ કરી હતી. આથી શિક્ષણ વિભાગે મંજુર થયેલી 4483 અરજીઓના આધારે નિયમ મુજબ આરટીઇના પ્રથમ તબક્કાની પ્રવેશની કામગીરી પૂર્ણ કરી છે.

પ્રથમ તબક્કાના પ્રવેશમાં જિલ્લાના 2456 બાળકોને જિલ્લાની 268 ખાનગી શાળાઓમાં પ્રવેશ આપ્યો છે. તેમાંથી 1187 બાળકોએ પ્રવેશ મેળવી લીધો છે.

પરંતુ નિયત ડોક્યુમેન્ટ એપલોડ તો માત્ર 662 વાલીઓએ જ કરાવ્યા છે. આથી જિલ્લાની ખાનગી શાળાઓમાં 1794 વાલીઓએ પ્રવેશ મેળવ્યો નથી. જોકે આરટીઇ અંતર્ગત શાળાઓમાં પ્રવેશ મેળવી લેવાની અંતિમ તારીખ તારીખ 13મી, મે નિયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...