તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિવિલમાં 15 વૃદ્ધાશ્રમના 600 વડીલોની આરોગ્ય સેવા કરાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા નવ વર્ષથી ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાના 15 જેટલા વૃદ્ધાશ્રમના 600 જેટલા વડિલોને મફતમાં આરોગ્ય સેવાનું કામ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબિબોની ટીમ કરી રહી છે.

સિવીલ હોસ્પિટલના પાંચેક જેટલા તબિબો દ્વારા છેલ્લા નવ વર્ષથી અનોખી સેવા કરવામાં આવી રહી છે. સનસેટ મેડિકલ રીલિફ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગાંધીનગર, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં આવેલા 15 જેટલા વૃદ્ધાશ્રમોને આવરી લેવામાં આવ્યા છે. વૃદ્ધાશ્રમમાં રહેતા 600 જેટલા વડિલોને મફત આરોગ્યલક્ષી સારવાર અપાઈ રહી છે. તબિબોની ટીમ દ્વારા દર બે મહિને વૃદ્ધાશ્રમની મુલાકાત લઇને વડિલોની કાયમી બિમારીઓ તેમજ બિમારીનું નિદાન અને સારવાર કરાય છે. પેથાપુર, પીંડારડા, કડી, કલોલ, કણભા, સીંગરવા, મહેસાણા, ટીંટોદણ, માણસા, વરસોડા, મહુડી, પ્રાંતીજ, વિજાપુર, મગોડી સહિતના 15 વૃદ્ધાશ્રમોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...