તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટનગરમાં જ ગુમાસ્તા ધારા અંગેના અમલમાં દાખવવામાં આવતી બેદરકારી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટનગર ગાંધીનગરમાં જ ગુમાસ્તાધારાની યોગ્ય અમલવારી થતી નથી. અઠવાડીયામાં એક દિવસ વેપારીઓએ દુકાન બંધ રાખીને કર્મચારીઓને રજા આપવી કાયદાથી ફરજિયાત કરાઇ હોવા છતાં ઘણા વેપારીઓ આ આદેશનું પાલન કરતા નથી. બીજીબાજુ કાયદાનો અમલ કરાવવા માટે મહાપાલિકા પાસે યોગ્ય તંત્ર પણ નથી. પરિણામે અહીં ગુમાસ્તાધારાનો અમલ થતો નથી અને નાના માણસોને અન્યાય થાય છે.

ગાંધીનગરમાં વર્ષોથી ગુમાસ્તાધારાની અમલવારી કરાવવામાં આવતી ન હતી. ગુમાસ્તાધારા અંતર્ગત વેપારીઓએ અઠવાડીયે એક દિવસ દુકાન બંધ રાખીને રજા રાખવી ફરજિયાત છે.

ગાંધીનગર શહેરમાં ગુમાસ્તાધારાનો અમલ કરાવવાની જવાબદારી મહાપાલિકાની છે. રાજ્ય સરકારના શ્રમ વિભાગના આદેશને અધિકારીઓએ વેપારીઓને ગુમાસ્તાધારાનો અમલ કરી અઠવાડીક રજા રાખવા સૂચના આપી હતી.

તેના પગલે વેપારીઓએ-શોપીંગ સેન્ટરોએ તેમની અઠવાડીક રજા નક્કી કરી દીધી હતી. તે પ્રમાણે વેપારીઓ અઠવાડીયાના નક્કી થયેલા દિવસે રજા રાખતા હતાં.

જોકે, છેલ્લા થોડા સમયથી ગુમાસ્તાધારાની અમલવારીમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે. કેટલાંક વેપારીઓએ પોતાની જાતે જ ગુમાસ્તાધારાનો અમલ કરવામાં મુકિત મેળવી લીધી છે અને આ વેપારીઓ બિન્દાસ થઇ ગયા છે.

સ્થાનિક તંત્ર તો સરકારના આદેશોને ધોળીને પી ગયું છે. પરિણામે જે બજારોમાં અઠવાડીક રજા રહેતી હતી. તેમણે પણ અઠવાડીક રજા રાખવાનું બંધ કરી દીધું છે. કેમ કે, વેપારીઓને નિયમોનો ડર રહ્યો નથી.

કાયદાનો ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે
ખાનગી પેઢીમાં કામ કરતા કર્મચારીઓને પણ અઠવાડિક રજા મળવી જ જોઇએ. આ મુદ્દે ખાનગી રાહે તપાસ કરાવીને કોઇ એકમ દ્વારા કાયદાનો ભંગ કરતા મળી આવશે તો તેની સામે કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો