પાટનગરમાં માર્ગ નંબર 6, 7 તથા ગ રોડને 76 કરોડના ખર્ચે સિક્સલેન બનાવાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગરમાં માર્ગ સુધારણાની યોજના હવે સ્માર્ટ સિટીમાં સમાવી દેવામાં આવી છે. હાલમાં આચાર સંહિતા અમલમાં હોવાથી હવે નવરાત્રી બાદ મહાપાલિકા વિસ્તારમાં 16 કિલોમીટર લંબાઇમાં માર્ગના નવીનીકરણના કામ શરૂ કરવામાં આવશે. તેમાં નગરના માર્ગ નંબર 6, 7 અને ગ રોડને ફોરલેનમાંથી સિક્સલેનમાં ફેરવવામાં આવશે.

કુલ રૂપિયા 76 કરોડના અંદાજીત ખર્ચની આ યોજના માટે ગુરુવારે ટેન્ડર ખોલી દેવામાં આવ્યા છે. હવે તેની સ્કુટીની કરાયા પછી કોન્ટ્રાક્ટર આખરી કરવામાં આવશે. જુલાઇ મહિનામાં કામ શરૂ થઇ શકે, પરંતુ વરસાદી મોસમ જામી ગઇ હશે તો નવરાત્રી બાદ કામ શરૂ થઇ શકે છે.

ઔદ્યોગિક વસાહતોનો વિસ્તાર માર્ગ નંબર 6, 7 અને ગ રોડને લાગુ પડે છે.

આ ઉપરાંત પાટનગરમાં હવે ટ્રાફિકનું ભારણ વધતું જઇ રહ્યું છે. ત્યારે રોડને પહોળા કરવામાં આવવાથી રાહદારીઓ અને વાહન ચાલકોને સાનુકૂળતામાં વધારો થવાનો છે. મહાપાલિકાના અધિકારી સુત્રોના જણાવવા પ્રમાણે આગામી મહિનામાં મળનારી ગાંધીનગર સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપનીની બોર્ડ બેઠકમાં ઉપરોક્ત ત્રણ રોડને સિક્સ લેન કરવા સંબંધમાં યોગ્ય જણાશે તે કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દેવામાં આવશે. તેમાં ગ રોડનું 7 કિલોમીટર લંબાઇ, માર્ગ નંબર 5.5 કિલોમીટરનું કામ અને માર્ગ નંબર 7નું 4 કિલોમીટર લંબાઇના કામનો સમાવેશ થાય છે.સેક્ટર 1, 4, 8, 19 અને સેક્ટર 22માં આવેલા હયાત બગીચાના નવીનીકરણના કામ પાછળ રૂપિયા 11 કરોડનો ખર્ચ કરાશે. સરકાર દ્વારા ઉપરોક્ત 5 બગીચાનું સંચાલન અને જાળવણી મહાપાલિકાની સોંપી દેવાઇ છે.

આમ આગામી દિવસોમા હવે પાટનગરના માર્ગ નંબર 6,7 તેમજ ગ રોડને પણ સીકસલેન બનાવવા માટે આયોજન કરવામા આવ્યુ છે. શહેરમા વધતા જતા વાહનો તેમજ અન્ય સ્થળોએથી અવરજવર કરતા વાહનોની સંખ્યા વધી રહી હોવાથી પાટનગરની જનતાને હાલાકી ન પડે તેને ધ્યાનમા લઈને મહાનગર પાલિકાને મળનારી ગ્રાન્ટમાથી નવા વિકાસકામો હાથ ધરવામા આવવશે.

અન્ય સમાચારો પણ છે...