પાટનગરમાં દિવસે તાપમાન 33 ડિગ્રી નજીક

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જ જેવા વિષયો હવે ચર્ચા પુરતા મર્યાદિત નહીં રહેતા તેની અસર દેખાવા લાગી છે. હજુ ફેબ્રુઆરી મહિનો અડધે પહોંચવામાં છે. ત્યારે જ ગુરૂવારે પાટનગરમાં દિવસનું તાપમાન 32.8 ડિગ્રી પર પહોંચી ગયું છે. પરિણામે ઉનાળાની મોસમ આ વખતે તોબા પોકરાવી દે તેવા અણસાર મળી રહ્યાં છે.

દિવસના તાપમાનમાં બુધવારની સરખામણીએ 1 ડિગ્રીથી વધુ વધારો થયો છે. જોકે બુધવારે રાત્રીનું તાપમાન 17.5 ડિગ્રી નોંધાયું હતું. તેની સામે ગુરૂવારે રાત્રે 14.8 ડિગ્રી રહ્યું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 80 ટકા જેવું ભારે નોંધાયા પછી સાંજે ઘટીને 35 ટકા પર આવી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...