તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અઠવાડિયા પહેલાના અકસ્માતમાં STના ડ્રાઈવર સામે ગુનો નોંધાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર ઘ રોડ પર કોર્ટ સામે 5 માર્ચના રોજ એસટી બસ અને ઈ-બાઈક વચ્ચે થયેલા અકસ્માત અંગે ફરિયાદ નોંધાઈ છે. ઘાયલ કિશોરીના પિતાએ એસટી બસના ડ્રાઈવર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

સે-24 ઈન્દીરાનગર છાપરાં ખાતે રહેતી કિશોરી તહેરીન મહંમદ જહીર કુરેશી ઈ-બાઈક લઈને નીકળી હતી. ત્યારે કોર્ટ સામેના કટ પાસે એસટી બસના ચાલક GJ-18-Y-9536ના ચાલકે ઈ-બાઈકને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે કિશોરીને પહેલાં ગાંધીનગર સિવિલ પછી અમદાવાદ સિવિલ ખાતે સારવાર માટે ખસેડાઈ હતી. જે બાદ કિશોરીને ગાંધીનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ 8 માર્ચના રોજ રજા અપાઈ હતી. કિશોરીના પિતા અને એસટી બસના ચાલક નરસિંહભાઈ કાનજીભાઈ ચૌધરી (રહે-ચરાડા ગામ, માણસા) સમાધાનની વાતો ચાલતી હતી. જોકે, કિશોરીની સારવારનો ખર્ચ વધી જતા સમાધાન ન થતા આખરે કિશોરીના પિતાએ સે-7 પોલીસ સ્ટેશનમાં એસટી બસના નં GJ-18-Y-9536ના ચાલક નરસિંહભાઈ ચૌધરી સામે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...