તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેક્ટર 6માં પાણીના ટેન્કર મગાવવાની નોબત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર શહેરમાં રાજ્યમાં સૌથી વધુ 240 લીટર પાણી માથાદિઠ આપવામાં આવે છે. પાટનગર માટે પાણીની કોઇ જ અછત નહીં હોવાનું ગત ઉનાળામાં કહેવામાં આવ્યુ હતુ અને કોઇ પ્રકારે કરકસર કરવાની વાત કરાઇ ન હતી. ત્યારે મહાપાલિકાના વોર્ડ નંબર 7માં સમાવિષ્ટ સેક્ટર 6માં પાણીના પોકાર પડ્યાં છે અને વસાહતીઓ સ્વ ખર્ચે પાણીના ટેંકર મગાવવાની નોબત આવી છે. જોકે આ સ્થિતિ સર્જાવા પાછળ સેક્ટરનો બોર બગડ્યાનું અને તેનું સમારકામ કરી દેવાયુ હોવાનું પાટનગર યોજના વિભાગના ઇજનેરી સુત્રોએ જણાવ્યુ હતુ. જોકે હાલ આ સેકટરના રહીશોને પાણી માટે ભારે હાડમારી ભોગવવી પડે છે.

બોર બંધ થઈ જવાથી સમસ્યા સર્જાઇ, સમારકામ થઇ ગયું છે: ઇજનેર
વોર્ડ નંબર 7ના કોર્પોરેટર રાકેશભાઇ પટેલે જણાવ્યું કે પાટનગર યોજના વિભાગમાં આ મુદ્દે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ લાવવામાં આવ્યો નથી. વધુમાં એમપણ કહ્યું કે આ વિસ્તારમાં અગાઉ પણ ઓછા દબાણથી પાણીની સમસ્યા સર્જાઇ ચૂકી છે. પરંતુ સરકાર તરફથી વાતને ગંભીર ગણવામાં આવતી નથી.

આ સંજોગોમાં ઘર વપરાશ અને ટોઇલેટમાં પણ પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. કાયમી ઉકેલ લાવવામાં આવતો નહીં હોવાથી મોટી સંખ્યામાં પરિવારો મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં છે.

મહાપાલિકાના વોર્ડ નંબર 7માં આવેલા સેક્ટર 6ના વિસ્તારમાં પુરા ફોર્સથી પાણી નહીં આવવાના કારણે રહેવાસીઓે પાણીના ટેંકર મગાવવાનું અનિવાર્ય બની ગયું છે.તસવીર: ભાસ્કર

એક ટેંકરના રૂપિયા 500 ચૂકવવા પડે છે
વસાહતીઓ દરરોજ ખાનગી પેઢી પાસેથી પાણી ખરીદવા મજબુર બન્યા છે અને એક ટેંકરના રૂપિયા 500 ચૂકવવા પડે છે. વધારામાં ટેંકરવાળા પોતાની સમય અનુકૂળતા પ્રમાણે જ આવે છે.જોકે હવે આગામી દિવસોમાં આ અંગે યોગ્ય આયોજન થાય તેવી લોકોની માગણી છે.

આજથી જ પુરા ફોર્સથી પાણી આવશે
પાટનગર યોજના વિભાગની પાણી શાખાના ઝોન 1ના ઇજનેર વિશાલ શાહે જણાવ્યું કે બોરમાં સમસ્યા સર્જાઇ હતી. તેનું સમારકામ કરા દેવાયું હોવાથી ગુરુવારથી કોઇ સમસ્યા રહેવાની નથી.

બોરના પાણીથી લાઇન ભરવામાં આવે છે
આ વિસ્તારમાં સરિતા વોટર વર્કસની ટાંકીમાંથી પાણી છોડાય છે. પરંતુ પુરા ફોર્સથી પાણી મળી રહે તેના માટે રાત્રી દરમિયાન સેક્ટરના બોર ચલાવીને લાઇનો ભરી દેવામાં આવતી હોય છે.

મેડિકલ કોલેજના અધ્યાપકોનો કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ
મેડિકલ કોલેજના અધ્યાપકોને સાતમા પગારપંચનો લાભ નહી આપતા કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ દર્શાવ્યો હતો.આ અંગે સરકાર સમક્ષ અનેકવાર રજૂઆતો કરવા છતા તેમને ન્યાય મળતો નથી. તસવીર: ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો