તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રકમના બદલાથી ધો-10ના ગણિતના પેપરે છાત્રોને રડાવ્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

પાઠ્યપુસ્તકની રીત આધારીત પરંતુ રકમ બદલીને પુછાયેલા દાખલાઓને લીધે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરૂ લાગ્યું હતું. સદાય પુછાતા પાયથાગોરસનો પ્રમેય પણ નામ બદલીને પુછાતા વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. જ્યારે તેની સામે ધોરણ-12 સાયન્સના બી-ગૃપના બાયોલોજીના પેપરમાં ઓછી આકૃતિવાળા પ્રશ્નો અને એકદમ સરળ પ્રશ્નો પુછાતા વિદ્યાર્થીઓને સરળ લાગ્યું હતું.

NCERTના અભ્યાસક્રમની અમલવારી બાદ પ્રથમ વખત આજના ધોરણ-10ના ગણિતના પેપરે પાઠ્યપુસ્તક આધારીત રીત પણ રકમ પુછીને દાખલા પુછાતા વિદ્યાર્થીઓની મુંઝવણ વધારી હતી. રકમ બદલીને પુછવામાં આવતા હોંશિયાર વિદ્યાર્થીઓને પણ માથું ખંજવાળતા કરી દીધા હતા. પરીક્ષામાં પુછાતો પાયથાગોરસના પ્રમેયનું નામ બદલી નાંખતા વિદ્યાર્થીઓની મુંઝ‌વણ વધારી દીધી હતી. જ્યારે વર્તુળનો પ્રમેય નહી પરંતુ રાઇડર પુછાતા વિદ્યાર્થીઓને સમજવામાં વધુ સમય લાગ્યો હતો. પ્રશ્નપત્રમાં પુછાયેલા દાખલામાંથી મોટાભાગના દાખલાઓની રકમને બદલીને જ પુછવામાં આવ્યા હતા. આથી નબળા વિદ્યાર્થીઓને ગણિતના પેપરમાં નાપાસ થવાની દહેશતથી ટેન્શનમાં જોવા મળતા હતા. જ્યારે મધ્યમ અને હોંશિયાર વિદ્યાર્થીઓને ભેદ પાડતું પેપર હોવાનું ગણિત વિષયના શિક્ષક કિશોરસિંહે જણાવ્યું હતું. ધોરણ-10ના ગણિત પેપરમાં 29524માંથી 634 ગેરહાજર સાથે કુલ 28890 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.ધોરણ-12 સાયન્સમાં બી ગૃપનું બાયોલોજીનું પેપર ધારણા કરતા સરળ નિકળતા વિદ્યાર્થીઓમાં હરખની હેલી જોવા મળતી હતી.

મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થતાં નીટની પરીક્ષામાં લાગી જશે

વિભાગ-બી અને સીમાં એકપણ પ્રશ્ન ટીવસ્ટ કર્યા વિના પાઠ્યપુસ્તકમાંથી સીધા પુછાતા વિદ્યાર્થીઓને શાળાની પરીક્ષા કરતા પણ પેપર એકદમ સરળ લાગ્યું હોવાનું વિષય શિક્ષક ડૉ. અજયસિંહ રાજપૂતે જણાવ્યું છે. બી-ગૃપના વિદ્યાર્થીઓની મુખ્ય વિષયોની પરીક્ષા પૂર્ણ થતાં નીટની પરીક્ષામાં લાગી જશે. ધોરણ-12 સાયન્સના બાયોલોજી પેપરની પરીક્ષામાં 3600માંથી 38 ગેરહાજર અને 3562 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. જ્યારે અર્થશાસ્ત્રના પેપરમાં 8831માંથી 85 ગેરહાજર સાથે કુલ 8746 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રકમ બદલી પુછાયેલા દાખલાઓને લીધે ધોરણ-10ના વિદ્યાર્થીઓને ગણિતનું પેપર અઘરૂ લાગ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો