તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડભોડિયામાં ભક્તો જાળીમાંથી જ દર્શન કરે તેવી વ્યવસ્થા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વ્યવસ્થા

કોરોના વાયરસના સંક્રમણની રોકવા જિલ્લાના પ્રવાસન ધામ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે શનિવારે અને મંગળવારે દર્શનાર્થેને આવતા અંદાજે પચાસ હજાર ભક્તોને ધ્યાનમાં રાખી મંદિર પ્રશાસને નિર્ણય લીધો છે કે ભક્તોને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં, પરંતુ જાળીમાંથી જ ભક્તો દર્શન કરે તેવી વ્યવસ્થા રાખી છે.

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં આવેલા 1000 જુના સ્વયંભુ હનુમાનજી મંદિર ખાતે દર શનિવારે અને મંગળવારે ૫૦ હજારથી પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. ત્યારે ભક્તોની લાગણી દુભાઈ નહીં અને સરકારના આદેશનું પાલન થાય તેને ધ્યાનમાં રાખીને શનિવારે અને મંગળવારે દર્શનાર્થે આવતા ભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો મંદિરના ટ્રસ્ટી મંડળે નિર્ણય લીધો છે. ઉપરાંત મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની જાળી બંધ રાખવામાં આવશે. દર્શનાર્થે આવતા ભક્તોએ જાળીમાંથી જ હનુમાનજીના દર્શન કરવાના રહેશે તેમ ડભોડા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી રાજુભાઈ ગજ્જરે જણાવ્યું છે. ઉપરાંત દર શનિવારે અને મંગળવારે ભગવાનને ધરાવતા સુખડીના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવશે નહીં.
અન્ય સમાચારો પણ છે...