અડાલજમાં યુવક દારૂના 4 ક્વાર્ટર સાથે પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અડાલજમાં ત્રિ મંદિર પાસે આવેલા સ્વરૂપ ફ્લેટ ખાતેથી એક યુવકને પોલીસે વિદેશી દારૂના 4 કવાટર સાથે દબોચી લીધો છે.

અડાલજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ફ્લેટના બેઝમેન્ટમાં સિલ્વર કલરની સ્કોડા કારમાં વિદેશી દારૂ રાખીને વેચાણ થાય છે. જેથી પોલીસે રેડ કરતાં કારમાં એક યુવક મળી આવ્યો હતો. જેનું નામ પૂછતાં તે ફ્લેટમાં જ રહેતો મિલીંદ રામજીભાઈ પટેલ ( રહે-1027, સ્વરૂપ ફ્લેટ, એટીપીએલ સેક્ટર-4, ત્રી મંદિર) હોવાનું સામે આવ્યું હતું. કારમાં તપાસ કરતાં 4 ક્વાટર મળી આવતા પોલીસે 400નો દારૂ અને 3 લાખની કાર જપ્ત કરીને આરોપી વિરૂદ્ધ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...