તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગાંધીનગર જિલ્લાની 171 શાળામાં બાળકો માટે રમતગમતના મેદાનની સુવિધા જ નથી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શાળાઓમાં ખાસ કરિને ખાનગી શાળાઓમાં ભણતા બાળકોને રમત ગમતનું મેદાન મળવું મુશ્કેલ બની ગયું છે. ગાંધીનગર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક મળીને કુલ 171 શાળામાં બાળકો માટે રમત ગમતના મેદાનની કોઇ જ વ્યવસ્થા નથી અને આ સ્થિતિ લાંબા સમયથી છે.

વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ધારાસભ્યોએ પૂછેલા આ સંબધિ પ્રશ્નોના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોઇ શાળામાં રમતગમતના મેદાનની સુવિધા ઉભી થઇ નથી. જે સરકારી શાળાઓમાં રમત ગમતનું મેદાન નથી તેમાં પ્રાથમિક કક્ષામાં 156 સરકારી અને 9 ખાનગી શાળાઓ છે. જ્યારે માધ્યમિક કક્ષામાં 1 સરકારી અને 5 ખાનગી શાળાનો સમાવેશ થાય છે.

કુલ મળીને 10 શાળા પાટનગરમાં એવી છે, જે વિવિધ સેક્ટરમાં આવેલા સરકારી આવાસમાં ચાલી રહી છે. ગાંધીનગર શહેરમાં આવેલી સરકારી આવાસમાં ચાલતી અને રમતનું મેદાન નહીં ધરાવતી ખાનગી શાળાઓમાં તક્ષશીલા, ઓમકાર, વહાણવટી, સરસ્વતી અને શાંતિનિકેતન તથા માધ્યમિકમાં સમર્પણ મુકબધિર, શાંતિનિકેતન, સરસ્વતી અને સ્વામી વિવેકાનંદ સ્કૂલનો સમાવેશ થાય છે.

આ શાળાના બાળકોને સેક્ટરના કોમન પ્લોટમાં લઇ જઇને રમત ગમતની પ્રવૃત્તિ કરાવવામાં આવતી હોવાનું શિક્ષમમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે કેટલાક શિક્ષણવિદોમાં હવે એવા સવાલ ઊભા થવા લાગ્યા છે, જો પાટનગર નજીક આવેલા ગામોમાં જ આવી સ્થિતિ હોય તો અન્ય વિસ્તારમાં પણ આવી જ પરિસ્થિતિ હોઈ શકે તેવી શક્યતા છે.

નવી 171 ખાનગી શાળાને મંજુરી અપાઇ
જિલ્લામાં 592 સરકારી, 339 ખાનગી અને 79 ગ્રાન્ટેડ શાળાઓ આવેલી છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન એકપણ નવી સરકારી શાળા માટે મંજુરી આપવામાં આવી નથી. પરંતુ 171 ખાનગી શાળાઓ ખોલવા મંજુરી આપવામાં આવી છે.

ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના શિક્ષકોની ઘટ
જિલ્લામાં માધ્યમિક શાળાઓમાં ગણિત અને વિજ્ઞાન વિષયના 35 જ્યારે અંગ્રેજી વિષયના 17 શિક્ષકોની ઘટ હોવાનું મંત્રી દ્વારા જણાવાયું છે. જ્યારે ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગમાં 158 શિક્ષકોની ઘટ હોવાનું જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો