ઉત્તરવહીના મૂલ્યાંકનમાં શંકા હોય તો હવે ઓનલાઇન અરજી કરવી પડશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર|ઉત્તરવહિના મૂલ્યાંકનને લઇને શંકા હોય તો ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓએ શિક્ષણ બોર્ડને ઓનલાઇન અરજી કરવાની રહેશે. ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકન, ઓએમઆર ઝેરોક્ષ અને વેરીફિકેશન રિપોર્ટ સહિતની અરજી માટે 100 થી રૂપિયા 300નો ચાર્જ વિદ્યાર્થીઓએ ચુકવવો પડશે.

અરજીઓ સ્વીકારવાની આખરી તારીખ અંગે ટંૂક સમયમાં જાહેરાત કરાશે
ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરેલા ધોરણ-12 સાયન્સના પરિણામને લઇને અનેક વિદ્યાર્થીઓમાં અસંતોષ ઉઠવા પામ્યો છે. અમુક વિદ્યાર્થીઓને પોતાની મહેનત ઉપર અડગ વિશ્વાસ છે. પરંતુ શિક્ષણ બોર્ડની ભૂલને લીધે મને અન્યાય થયો હોવાનો ભાવ વિદ્યાર્થીના મનમાં ઉભો થાય છે. વિદ્યાર્થીઓને ન્યાય મળે અને તેના મનમાં ઉઠેલી શંકા દુર કરવા શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્તરવહિના મૂલ્યાંકનને લગતી કોઇપણ ફરિયાદ હોય તો તેનું નિવારણ લાવવામાં આવે છે. જેના માટે વિદ્યાર્થીએ ગુણ ચકાસણી, ઉત્તરવહિ અવલોકન સહિતની આઠ બાબતો માટે વિદ્યાર્થીએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઇન અરજીઓ ક્યાં સુધી સ્વિકારવામાં આવશે તેની જાહેરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ગુણ ચકાસણી માટે રૂપિયા 100, ઉત્તરવહી અવલોકન માટે રૂપિયા 300, ઓએમઆર ઝેરોક્ષ અને વેરીફિકેશન રિપોર્ટ માટે રૂપિયા 100 તેમજ ત્રણ માસ બાદ વિદ્યાર્થીની માર્કશીટમાં નામ કે અટક સુધારવા માટે રૂપિયા 50 ફી નક્કી કરવામા આવી છે.

વિદ્યાર્થીઓ આઠ બાબતે અરજી કરી શકશે
વિદ્યાર્થીએ ગુણ ચકાસણી, ઉત્તરવહી અવલોકન, ઓએમઆર ઝેરોક્ષ અને વેરીફિકેશન રીપોર્ટ માટે, પરીક્ષામાં વિદ્યાર્થી હાજર હોવા છતાં ગેરહાજર બતાવ્યો હોય તો દફતરી ચકાસણી, નામ કે અટક સુધારા માટે, બોર્ડે આપેલા કૃપા ગુણ ન સ્વિકારવા માટે ગુણ-તૂટ ન સ્વીકારવા માટેની અરજી, એબી ગૃપમાંથી એ કે બી ગૃપમાં ફેરફાર કરી પરિણામ મેળવવા, ઉત્તીર્ણ વિદ્યાર્થી દ્વારા પરિણામ રદ કરાવી પુન: પરીક્ષા આપવા માટેની અરજી કરી શકાય છે. ઓનલાઇન અરજીઓ સ્વિકારવાની કામગીરી શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયમાં શરૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...