તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યના 33 જિલ્લાઓમાં સમગ્ર શિક્ષા અભિયાનની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારીત કર્મચારીઓને સમાન કામ સમાન વેતનના લાભથી વંચિત રહ્યા છે. નોકરીની સલામતી નથી. સરકારી કર્મચારીઓ મળતા લાભો પણ આપવામાં આવતા નથી. કારમી મોંઘવારી હોવા છતાં પગારમાં માત્ર 7 ટકાનો વધારો કરાયો સહિતના વિરોધમાં કર્મચારીઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

રાજ્યના 33 જિલ્લાઓની પ્રાથમિક શાળાઓના મોનીટરીંગ માટે દરેક જિલ્લામાં જિલ્લાકક્ષાની કચેરીઓ ઉભી કરાઇ છે. કચેરીઓમાં કરાર આધારીત કર્મચારીઓની ભરતી કરીને વિવિધ યોજનાઓની કામગીરી કરાવવામાં આવી રહી છે.

જેમાં જેન્ડર, હિસાબી, એમઆઇએસ, સેવક, સીઆરસી, બીઆરપી સહિતની વિવિધ પોસ્ટ ઉપર નિયત લાયકાતવા‌ળા કર્મચારીઓની ભરતી કરાઇ છે. રાજ્યભરની કચેરીઓમાં અંદાજે 6500 કર્મચારીઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે. તેમ છતાં કર્મચારીઓને સમાન કામ સમાન વેતનથી વંચિત રાખીને અન્યાય કરાયો હોવાનો આક્ષેપો કર્મચારીઓએ કર્યા છે.

કર્મચારીઓની પાસે કામ લેવાય તે મુજબ વેતન આપવામાં આવતું નથી. અન્ય સરકારી કર્મચારીઓને આપવામાં આવતા લાભો આપવામાં આવતા નથી. જ્યારે કરાર આધારીત કર્મચારીઓના વેતનમાં માત્ર 7 ટકા જ વધારો કરાયો છે. તેને બદલે 50 ટકા વધારો વેતનમાં કરવાની માંગણી સાથે મુખ્યમંત્રી, શિક્ષણમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે. કર્મચારીઓની માંગણીઓનો તારીખ 3જી, માર્ચ સુધી કોઇ જ ઉકેલ નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો