તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

HSRP પરનો કાળો રંગ ઉડી ગયો હશે તો ફ્રીમાં બદલી શકાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં જો તમારા વાહન પર એચએસઆરપી નંબર પ્લેટ છે અને તેનો બ્લેક ફોઈલ (કાળો રંગ) ઉડી ગયો છે તો કંપની હવે તમને ફ્રીમાં HSRP બદલી આપશે. આ અંગે માહિતી આપતા ગાંધીનગર ઈન્ચાર્જ એઆરટીઓ ડી. એમ. પટેલે આ અંગે કહ્યું હતું કે, ‘બ્લેક ફોઈલ ઉડી ગયો હોય તો તેના રિપ્લેસમેન્ટ માટે કંપની દ્વારા ખાસ મોબાઈલ વાન સેવાની શરૂઆત કરવામાં આવી છે. જે 22 જાન્યુઆરી સાથે વિવિધ વિસ્તારોમાં સવારે 10:30થી સાંજે 5 વાગ્યા સેવા આપશે. જેની મદદથી વાહન ધારકો કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર એચએસઆરપી રિપ્લેસ કરી આપવામાં આવશે.

મોબાઈલ વાન કઈ તારીખે ક્યાં સેવા આપશે?
12 જાન્યુ : સેકટર-16,બેંક વિસ્તાર, 16 જાન્યુ : નવા સચિવાલય, 17 જાન્યુ. : સેક્ટર-21 માર્કેટ, 18થી 20 જાન્યુ.: સે-11 વાઈબ્રન્ટ પાર્કિગ, 21 જાન્યુ. : જૂના સિચાવાલય, 22 જાન્યુ. : ઉદ્યોગ ભવન

તમામ સ્થળે સવારે 10.30 થી સાંજે 5 કલાક સુધી કામગીરી થશે.

અન્ય સમાચારો પણ છે...