તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

H ટાટ આચાર્યોનો જિલ્લાફેર કેમ્પના પ્રશ્નો ઉકેલવા ઉગ્ર માગ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
એચ ટાટ શિક્ષકોનો જિલ્લાફેર કેમ્પ કરીને વતનનો લાભ આપ્યા બાદ જ એચ ટાટનો વધ-ઘટની બદલીનો કેમ્પ કરવો, હાલમાં ખાલી પડેલી બીટ કેળવણી નિરીક્ષકની જગ્યાઓ બઢતીથી ભરવા તેમજ તાલુકા બહાર ગયેલા એચ ટાટ શિક્ષકોને માતૃશાળામાં પરત લાવવા સહિતના નિયમો બનાવવાની માંગ સાથે શૈક્ષિક મહાસંઘ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી.

રાજ્યના શિક્ષણ વિભાગે 2012, 2014, 2015, 2017 અને 2018 એમ તબક્કાવાર નિયમોનુસાર રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એચ ટાટ આચાર્યની ભરતી કરી હતી. જોકે એચ ટાટ આચાર્યની ભરતી કર્યા બાદ તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ અન્ય શિક્ષકોની જેમ જિલ્લાફેરનો લાભ આપવા સહિતના કોઇપણ નિર્ણયો નહીં લેવાતા એચ ટાટ આચાર્યોમાં રોષ ઉઠવા પામ્યો હતો. આથી એચ ટાટ આચાર્યોને પણ પોતાના જિલ્લામાં કે વતનની શાળામાં નોકરી કરવાનો લાભ મળે તે માટે જિલ્લાફેર બદલીનો કેમ્પ યોજવામાં આવે તેવી માગણી ઉઠી છે.

જિલ્લાફેર બદલી કર્યા બાદ જ એચ ટાટનો વધ-ઘટની બદલીઓ કરવી. વધુમાં હાલમાં દરેક જિલ્લાઓમાં બીટ કેળવણી નિરીક્ષકની જગ્યાઓ ખાલી પડી હોવાથી તમામ જગ્યાઓ બઢતી ભરવાની માંગણી પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના પ્રમુખ ભીખાભાઇ પટેલે કરી છે.

એચ ટાટ આચાર્યની બદલીના નિયમો પ્રાથમિક શિક્ષકોના બદલીના નિયમો જેવા જ રહેશે તેવો શિક્ષણ વિભાગે નિર્ણય લીધો હતો. તેમ છતાં એચ ટાટ આચાર્યને જિલ્લા કે તાલુકા અરસ-પરસ બદલીઓનો લાભ મળતો નથી. વધુમાં એચ ટાટ આચાર્યની નિમણુંક વખતે વધ કે ઘટના કોઇ જ નિયમો નહી હોવાથી શિક્ષકો તેમાં જોડાયા હતા. પરંતુ વધ ઘટના નિયમો આવતા એચ ટાટ આચાર્યોમાં અન્યાય કરાતો હોવાના આક્ષેપો એચ ટાટ આચાર્યોમાં ઉઠવા પામ્યા છે. એચ ટાટ આચાર્યોને સળંગ સિનિયોરીટી ગણીને વર્તમાન કે ભવિષ્યમાં કોઇપણ નાણાંકિય નુકશાન વિના જ મૂળ શાળામાં પરત જવાની તક આપવા સહિતના મુદ્દે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના મહામંત્રી રતુભાઇ ગો‌ળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો