તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રીન ગાંધીનગર: 30 લાખ વૃક્ષો તૈયાર કરવાનું મહા આયોજન

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એક સમયના દેશના સૌથી હરિયાળા શહેર ગાંધીનગર સહિત સમગ્ર જિલ્લા માટે ગ્રીન ગાંધીનગર પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે. તેના અંતર્ગત નવા વર્ષમાં 30 લાખ વૃક્ષો તૈયાર કરવા અને તેમાંથી 6 વૃક્ષોનું 660 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવા વન વિભાગ દ્વારા મહા આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત જિલ્લાના 15 ગામમાં ગ્રામવન ઉભા કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેના માટે વિવિધ ગામમાં મળીને ઉપલબ્ધ 50 હેક્ટર જમીનની પસંદગી કરી લેવામાં આવી છે. 660 હેક્ટર જમીન વિસ્તારમાં હાલના ધરોઇ, માણસા અને આંતરસુબાના 400 હેક્ટર જંગલ વિસ્તારને પણ ગણી લેવામાં આવ્યો હોવાથી ત્યાં પણ ઉપલબ્ધ જગ્યા અનુસાર વાવેતર કરવામાં આવશે.

વન વિભાગના સુત્રો અનુસાર આ પૈકીના 100 હેક્ટર જમીન વિસ્તારમાં ફોરેસ્ટરી વિકસાવવા માટે પણ આયોજન કરવામાં આવશે અને તેના સંબંધમાં જ 1.50 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. 30 લાખ રોપા તૈયાર કરવા માટે કુલ 7 નર્સરીમાં કામ શરૂ કરવામાં આવશે. આ રીતે શહેરમાં હવે આગામી સમયમા ે ગ્રીન ગાંધીનગર પ્રોજેક્ટ હાથ પર લેવામા આવશે અને તેમાં તંત્ર દ્વારા થયેલા આયોજન મુજબ વિવિધ પ્રકારના વૃક્ષોને ઉછેરવામા આવશે.

પોઝિટિવ
જિલ્લામાં 15 નવા ગ્રામવન માટે 50 હેક્ટર જમીનની પસંદગી કરી લેવાઇ: હરિયાળા શહેર માટે કવાયત
કુલ 660 હેક્ટરમાં 6 લાખ રોપાનું વાવેતર કરવામાં આવશે: પર્યાવરણ જાળવણી માટે પ્રયાસ
40 હેક્ટરમાં વાવેતર કરાશે
જિલ્લાની હરિયાળીમાં પાટનગરનો વિસ્તાર પણ મહત્વનો છે. ત્યારે ચ 0 સર્કલથી અડલજ સુધી અને બીજી બાજુ ચ 0 સર્કલથી હાંસોટ સુધીના રોડ સાઇડના પટ્ટામાં ઉપલબ્ધ 40 હેક્ટરમાં ફૂલ છોડ સહિત વૃક્ષોનું વાવેતર કરાશે.

ગ્રામ વન માટે 17 ગામોની પસંદગી
જિલ્લાના શેરથા, ઉનાવા, વાસણા, રાંધેજા, બિલૌદરા, મંડાલી, ગોલથરા, પલિયડ, સાણોદા, નાસ્મેદ, મગોડી, પલસાણા, વિહાર, ચરાડા, કૃષ્ણનગર કાંઠી, કડજોદરા, પાલુન્દ્રા અને કલ્યાણજીના મુવાડા ગામની પસંદગી કરાઇ છે.

16 હજાર વૃક્ષો હયાત છે
વૃક્ષોના મોટા પાયે વાવેતર કરવાની આ યોજના હાથ ધરાવાની છે. ત્યારે નોંધવું રહેશે કે તેમાં અગાઉ કરાયેલા વાવેતરના અને હાલમાં હયાત રહેલા 16 હજારથી વધુ વૃક્ષોનો સમાવેશ પણ થશે.

એગ્રો ફોરેસ્ટરી મિશનની મંજૂરી
એગ્રો ફોરેસ્ટરી પર ભાર મુકવા માટે નાબાર્ડ તરફથી પણ આગ્રહ સેવવામાં આવ્યો હોવાથી જિલ્લાને હરિયાળીથી છલોછલ રાખવાની આ યોજનાને ડિસ્ટ્રીક્ટ એગ્રો મિશનની બેઠકમાં મંજુરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો