તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરોને લઘુત્તમ વેતન આપવા ઉગ્ર રજૂઆત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | કારમી મોંઘવારીમાં પણ લઘુત્તમ વેતનના લાભ વિના જ ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા રાજ્યભરના 14 હજાર કોમ્પ્યુટર ઓપરેટરોમાં રોષ ભભુકી ઉઠ્યો છે. એક દાયકાથી વધારે સમય નોકરી કરવા છતાં કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી. ઉપરાંત ગમે ત્યારે છુટા કરવા સહિતની સમસ્યાઓથી હાલાકીનો સામનો કરી રહ્યા છે.

માંગ નહી સંતોષાય તો 14 હજાર કર્મચારીઓ શટ-ડાઉનનો પ્રોગ્રામ આપશે
ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરોના પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે. પ્રશ્નો હલ નહી કરાય તો સડાઉનની ચીમકી ઉચ્ચારી છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘરેબેઠા જ પાણીપત્રક, સાતબારના ઉતારા સહિતની માહિતી મળી રહે તે માટે ગ્રામ પંચાયતોમાં ગ્રામ કોમ્પ્યુટર ઓપરેટરની ભરતી કરવામાં આવી છે. ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરને એક એન્ટ્રી બદલ રૂપિયા પાંચ મળે છે. તેમાંથી બે રૂપિયા સરકારમાં અને એક રૂપિયો ગ્રામ પંચાયતમાં જમા કરાવવાનો હોય છે. જ્યારે બાકી રહેલા બે રૂપિયા કર્મચારીઓને મળેૂ છે. અન્ટ્રી મુજબ વેતન માટે ફરજ બજાવતા કર્મચારીઓની કારમી મોંઘવારીમાં કફોડી હાલત બની રહી છે.

ગ્રામ પંચાયતોમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવી રહ્યા છે તેમ છતાં કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી. જેને પરિણામે તેમની જોબની સલામતી નથી. આથી કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરીને તેમને લઘુત્તમ વેતન આપવાની માંગણી સાથે ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળ દ્વારા રાજ્ય સરકારની સામે મોરચો માંડ્યો છે.

રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટરોને કાયમી કરવા, લઘુત્તમ વેતનનો લાભ આપવો, સરપંચ કે તલાટી કમ મંત્રી દ્વારા છુટા કરવા નહી સહિતની માંગણીઓના ઉકેલ માટે રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. કોમ્પ્યુટર ઓપરેટરોની માંગણીઓ સ્વીકારવામાં નહી આવે તો રાજ્યભરની ગ્રામ પંચાયતોમાં તારીખ 1લી, માર્ચ થી તારીખ 5મી, માર્ચ સુધી સડાઉનનો કાર્યક્રમ યોજવામાં આવશે. ઉપરાંત કર્મચારીઓ કા‌ળી પટ્ટી ધારણ કરીને રાજ્ય સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવશે તેમ ગુજરાત રાજ્ય ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળના પ્રમુખ શકરાજી ઠાકોરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો