બગીચામાંથી ચોરેલા 4 હેલોઝન અને મોટર સાથે શખ્સ ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક માસ અગાઉ સેક્ટર-20ના બગીચામાંથી ચાર હેલોઝનની તેમજ પાસેના મકાનમાંથી પાણીની મોટરની ચોરી થઈ હતી. ત્યારે ચોરેલા હેલોઝન અને મોટરને સિમેન્ટની થેલીમાં લઈને શખ્સ ઉભો હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે શખસને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નગરના સેક્ટર-20ના બગીચામાં ફીટ કરેલા ચાર હેલોઝનની તેમજ પાસેના મકાનમાંથી પાણી ખેંચવાની મોટરની એક માસ અગાઉ ચોરી થઇ હતી. બગીચામાંથી ચોરી કરેલા ચાર હેલોઝન અને પાણીની મોટરને સિમેન્ટની ખાલી થેલીમાં મૂકીને એક શખ્સ સેક્ટર-20માં આવેલા હરીમંદિરની સામે ઉભો હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લઇને તેની પાસે રહેલી સિમેન્ટની થેલીની ચકાસણી કરતા તેમાંથી ચાર હેલોઝન અને પાણી ખેંચવાની મોટર મળી આવી હતી.

હેલોઝન અને પાણીની મોટર મળી આવતા પોલીસે કડક પૂછપરછ કરતા તેણે એક મહિના અગાઉ સેક્ટર-20ના બગીચામાંથી ચાર હેલોઝન અને તેની પાસેના મકાનમાંથી પાણી ખેંચવાની મોટરની ચોરી કરી હોવાનું જણાવતા પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે તેની ધરપકડ કરી હતી. શખસનું નામ તામિલ તામ્રસેલ્વમ આદીદ્રવિડ અને તે મકાન નંબર 107/1, એ-ટાઇપ, સેક્ટર-29માં રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે ઝડપાયેલા શખસની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...