મનપાની કામગીરી સુધારવા GIS એપ તૈયાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટ સિટી અંતર્ગતની યોજનાઓને વેગવાન બનાવાઇ રહી છે. તેમાં જીઓગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો છે.

સેટેલાઇટ ઇમેજીસથી વિવિધ ભૌગોલિક નકશા પર જીઓ ટેગિંગ અને મેપિંગ કરવાની સાથે તેનો પાણી, ગટર, સફાઇ, ટેક્સ, ફાયર સહિતની કામગીરીમાં અમલ કરવા માટે સિટીઝન પોર્ટલ અને વેબ એપ્લિકેશન તૈયાર કરવામાં આવ્યાનું મ્યુનિસિપલ કમિશનર રતનકુંવર ચારણગઢવીએ જણાવ્યું છે.

આ સિસ્ટમ અમલી બનવાથી મહાપાલિકાની પબ્લિક ડીલીંગ ધરાવતી અનેકવિધ કામગીરીમાં અને ફરિયાદોના નિવારણમાં ઝડપ લાવી શકાશે.

જીઆઇએસ પ્લેટફોર્મમાં ઉચ્ચ રિઝોલ્યુશનની સેટેલાઇટ છબીના ઉપયોગથી મહાપાલિકાની હદ, મર્યાદામાં આવતા વિસ્તારનો વિગતવાર નકશો તૈયાર કરવાની બાબાતનો સમાવેશ થાય છે. ડોર ટુ ડોર પ્રોપર્ટી સરવે, મિલકતોનું જીઓ ટેગિંગ, શહેરની સંપતિનું મેપિંગ કરાશે. પાણી, ગટર, ગંદુ અને વરસાદી પાણી, સફાઇ, ઘન કચરો સહિતની બાબતો તેમાં સમાવાશે. આ ઉપરાંત મિલકત વેરા, વ્યવસાય વેરા, ઇજનેરી શાખા, ફાયર બ્રિગેડ, બગીચા શાખા, સેનિટેશન શાખા, ટાઉન પ્લાનિંગ, વિજીલન્સ શાખાની બાબતો માટે કસ્ટમાઇઝ્ડ એપ્લિકેશન વિકસાવવા સાથે તેનો સરળતાથી ઉપયોગ થઇ શકે તેવું વેબ એપ્લિકેશન વિકસાવાયું છે.

અનુસંધાન પાના નં. 3...

અન્ય સમાચારો પણ છે...