તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થનગનાટમાં આજે ગમન સાંથલના ગરબા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજથી રાજ્યભરમાં ગરબાની રમઝટ બોલાશે, ત્યારે ગાંધીનગરમાં પણ ઠેરઠેર શેરી ગરબાની સાથે પાર્ટીપ્લોટ્સમાં ખેલૈયાઓ ગરબે ઘૂમશે. ત્યારે છેલ્લા નવ વર્ષથી ઉજવાતા થનગનાટ નવરાત્રિ મહોત્સવમાં આજે લોક ગાય ગમન સાંથલ ગરબાની રમઝટ બોલાવશે.

દસમા વર્ષે સેક્ટર-6ના ગ્રાઉન્ડમાં થનગનાટના ગરબા યોજાયા છે. જેમાં 10 દિવસ ફરીદા મીર, કાજલ મહેરિયા જેવા કલાકારો યુવા હૈયાઓને ગરબે ઘૂમતા કરી દેશે. થનગનાટ આર્ટ એન્ડ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ રોહિત નાયાણીએ કહ્યું હતું કે, સે-6માં ખેલૈયાઓના ગરબે ઘૂમવા વિશાલ ગ્રાઉન્ડ મળી રહેશે. જે ગરબા રમવા માટે અનુકુળ બની રહે તે રીતે તૈયાર કરાયું છે. અમારી આટલા વર્ષોની મહેનત અને વિશ્વાસને પગલે થનગનાટ શહેરના યુવા હૈયાઓની પહેલી પસંદ બની ગયું છે.’

અન્ય સમાચારો પણ છે...