ગાંધીનગર | ગાંધીનગર જિલ્લા રેડક્રોસ દ્વારા વર્લ્ડ રેડક્રોસ ડે અને

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગર જિલ્લા રેડક્રોસ દ્વારા વર્લ્ડ રેડક્રોસ ડે અને થેલેસેમિયા ડેની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં શાળાના બાળકો અને યુવાનો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયુ હતુ. પ્રથમ 1થી 3 નંબર મેળવનાર વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા. સ્પર્ધામાં 37 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. તેમાં રક્તદાન, પર્યાવરણ અને સ્વચ્છતાના વિષયો પર ચિત્રો દોર્યા હતા. ડૉ. કવિન ભટ્ટે રેડક્રોસ સંસ્થાનો પરિચય આપ્યો હતો. તેમ ગાંધીનગર રેડક્રોસના ચેરમેન જીલુભા ધાધલે જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...