તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દહેગામના કરોલીમાં જૂથ અથડામણ થતાં 4ને ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેગામ તાલુકાના કરોલી ગામે પશુના ચારા મુદ્દે ઠાકોર અને રબારી જુથ સામ સામે આવી જતા ધારિયા અને લાકડીઓ ઉડવા સાથે મચેલા ધિંગાણાના પગલે ઠાકોર સમાજના પિતા અને બે પુત્રો તથા એક રબારી યુવકને ઇજા થઇ હતી.

પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તમામ ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે ઠાકોર યુવાને તેની ભેસને નાખેલો ચારો રબારી યુવાનની ગાયો ચરી જતા બબાલ થઇ હતી.

આ બનાવ સંબંધમાં ઠાકોર યુવાન કાળાજી ઉમેદજી સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રબારી સમાજના લાલાભાઇ ખુમાભાઇ, મનુભાઇ જકશીભાઇ, રામાભાઇ મહેરાજભાઇ, ગોપાલભાઇ શિવાભાઇ, કરમશીભાઇ હરજીભાઇ અને વિહાભાઇ જયરામભાઇના નામ આપ્યા છે. સામે પક્ષે રબારી યુવાન કરમશીભાઇ હરજીભાઇએ નોંધાવેલી ફરીયાદમાં આરોપી તરીકે કાળાજી ઉમેદજી સોલંકી, પરબતજી ઉમેદજી સોલંકી, ઉમેદજી ધીરાજી સોલંકી, બાબુજી પ્રતાપજી, જયંતિ ઉર્ફે ગકો રતાજી ઠાકોર, મેલાજી જીવાજી ઠાકોર અને વિક્રમજી મણાજી ઠાકોરના નામ દર્શાવ્યા છે.

પોલીસના જણાવવા પ્રમાણે કાળાજી ઉમેદજીએ તેની ભેસને ચારા માટે ઘાસ નાખ્યુ હતુ. દરમિયાન આવેલા લાલાભાઇ રબારી તથા મનુભાઇ રબારીએ આ ઘાસ પોતાની ગાયોને ચરાવી દીધુ હતુ. તેમને અટકાવતા છાતીના ભાગે લાકડી મારીને ભાગી છુટ્યા હતા. આ મુદ્દે કાળાજી તેના ભાઇ અને પિતાને લઇને ઠપકો આપવા જતા બોલાચાલી થિ હતી અને બન્ને જુથ સા સામે આવી જતાં મારા મારી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો