Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
390ના દારૂના મામલે 12 લાખની ક્રેટા જપ્ત, 4 ઝડપાયા
ચિલોડા સર્કલ પાસે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ક્રેટા કાર રોકી હતી, જેમાં ચાર યુવકો બેઠા હતા. પોલીસે ગાડી ચેક કરતાં પાછળની સીટની નીચેથી વિદેશી દારૂના 180 એમએલના બે ક્વાર્ટર મળી આવ્યા હતા. પોલીસે કારમાં બેઠેલા યુવકોના નામ પૂછતાં તેઓ કુડાસણ ગામના સાહીલ નવનીતકુમાર જયસ્વાલ (કેટરીવાળોવાસ), હિરેન ધનંજયભાઈ ઠાકોર, દિપ પ્રવિણભાઈ પટેલ (21 વર્ષ, મુખીનો માઢ) તથા મહેસાણાના ગોઝારીયાનો નયન અનિલભાઈ જયસ્વાલ (26 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે 390 કિંમતના બે ક્વાર્ટર અને 12 લાખની ક્રેટા ગાડી જપ્ત કરી હતી. દારૂ પીવા માટે લઈ જતા ચારેય યુવકો સામે ચિલોડા પોલીસે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બીજી તરફ ચિલોડા પોલીસે ચંદ્રાલા પાસેથી એક યુવકને વિદેશી દારૂની 24 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. હિમતનગરથી ચિલોડા આવતા રોડ પર રસ્તો ક્રોસ કરતાં યુવકને શંકાના આધારે પોલીસે ઉભો રાખ્યો હતો.
તેની પાસે રહેલો થેલો ચેક કરતાં દારૂની 24 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે સાગરકુમાર કેશવલાલ પરમાર (25 વર્ષ, ચાંદખેડા અષ્ટક ચોકડી પાસેના ઝુંપડા)ને ઝડપી લઈને તેની સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.આ બનાવથી ચકચાર મચી જવા પામી છે.