તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ વર્ષ પહેલાં નિર્માણાધીન નવા બિલ્ડિંગમાં લિકેજની સમસ્યા યથાવત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંચ વર્ષ પહેલાં કરોડોના ખર્ચે બનાવેલા હોસ્પિટલના નવા બિલ્ડીંગની ગટર લાઇન બ્લોક થતાં તેનું પાણી ઇલેક્ટ્રીક રૂમમાં એક ફુટ જેટલું ભરાયું હતું. જેને પરિણામે નવા બિલ્ડીંગની એક વીંગને બંધ કરીને તેના દર્દીઓને જુના બિલ્ડીંગમાં શિફ્ટ કરાયા હતા. જોકે ઇલેક્ટ્રીક રૂમમાં બીજી રીતે પાણી આવતું નથી તેની યોગ્ય રીતે ચકાસણી કર્યા બાદ જ નવા બિલ્ડીંગના વોર્ડમાં દર્દીઓને શિફ્ટ કરવામાં આવશે.

પાંચ વર્ષ પહેલાં લાખોના ખર્ચે હોસ્પિટલનું નવું આઠ મજલાનું બિલ્ડીંગ બનાવ્યું હોવા છતાં તેમાં લિકેજની સમસ્યા દરેક વોર્ડમાં અને દરેક મજલે સતાવી રહી છે. લિકેજ હવે ઇલેક્ટ્રીક રૂમ સુધી પહોંચી ગયું છે. જેને પરિણામે એક વીંગના તમામ વોર્ડના દર્દીઓને જુના બિલ્ડીંગમાં શિફ્ટ કરાયા હતા. ઇલેક્ટ્રીક રૂમમાં પાણી ગટરનું પાણી ભરાયું હોવાનું બાર કલાકની જહેમત બાદ જાણવા મ‌ળ્યું હતું. ઇલેક્ટ્રીક રૂમમાં ભરાયેલા પાણીને દુર કરીને લિકેજનું રિપેરીંગ કરીને વીજ સપ્લાય ચાલુ કરી દેવાયો છે.

આઠ મજલાની મેઇન ગટર લાઇન બ્લોક થતાં તેની પ્લાસ્ટિકની પાઇપ ફાટી ગઇ હતી. આથી ગટરનું પાણી અન્યત્ર નિકાલ નહી થતાં તે ઇલેક્ટ્રીક રૂમમાં ભરાયું હતું.સિવીલના જુના બિલ્ડીંગને ચાર દાયકા થવા છતાં લિકેજ સહિતના પ્રશ્નો ઉભા થતા નથી.

વોર્ડના 260 જેટલા દર્દીઓને રજા અપાઇ
હોસ્પિટલના નવા બિલ્ડીંગના એક વીંગને બંધ કરાતા ગ્રાઉન્ડ ફ્લોર થી આઠમાં માળના તમામ વોર્ડના અંદાજે 400 દર્દીઓને જુના બિલ્ડીંગમાં શિફ્ટ કરાયા હતા. જેમાંથી અંદાજે 260 જેટલા દર્દીઓને રજા આપી દીધી છે.

ગટર લાઇનમાં કચરો જાય નહી તેની તકેદારી રાખવા સુચના
ગટર લાઇનમાં એંડવાઠ સહિત કચરો જાય નહી તેની તકેદારી રાખવા નર્સિંગ સ્ટાફ, સફાઇ કર્મચારીઓને સુચના આપી હોવાનું કહેતા સિવીલ સુપ્રિટેન્ડન્ટે ડો.નિયતીબેન લાખાણીએ જણાવ્યું કે ગટરમાં સીરીંઝ, બોટલ, પાટા કે ગ્લોવ્ઝ જેવો મેડિકલ વેસ્ટ નીકળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...