તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરથા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ લોકો ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અડાલજના ઇન્ચાર્જ પીઆઇ એસ.બી.પઢેરીયાની સૂચનાથી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે શેરથા ગામમાં ચેલાજી સુરાજીના વાસમાં કેટલાક શખ્સો જુગાર રમે છે. આ બાતમીના આધારે અડાલજ પોલીસની સર્વેલન્સ ટીમેે દરોડો પાડી તમામ પાંચ જુગારીઓને પકડી પાડયા હતા. અડાલજ પોલીસની ટીમે શેરથા ગામના ભીખા ઉર્ફે રાજા ઠાકોર, દિલીપ ઠાકોર, બેચર ઠાકોર, બળદેવ ઉર્ફે ભગો પ્રજાપતિ અને વિક્રમ ઠાકોરની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી રોકડ રૂ.૪૮૭૫ નો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...