તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સત્યનારાયણની કથા કરીને ફિક્સ વેતનધારકોએ દાખવેલો ઉગ્ર વિરોધ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | સરકારી કર્મચારીઓની ભરતીમાં ફિક્સ પગારી નીતીને દુર કરીને પુરા પગારે ભરતી કરવાની માંગણી ઉઠવા પામી છે. ફિક્સ પગારી નીતીના વિરોધમાં રાજ્યભરના અંદાજે 20 હજાર ફિક્સ પગારી કર્મચારીઓએ લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે ગાંધીનગરમાં જુના સચિવાલય ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરાયું હતું.

કર્મચારીઓની ભરતીમાં ફિક્સ પગારવાળી નિતી બંધ કરવા કરાયેલી રજૂઆત
રાજ્ય સરકારની વિવિધ કચેરીઓમાં ખાલી પડેલી કર્મચારીઓની ભરતી હાલમાં કરવામાં આવી રહી છે. કર્મચારીઓની ભરતીમાં ઉમેદવારોને પુરા પગારને બદલે ફિકસ વેતન આપવામાં આવી રહ્યું છે. આથી રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પગારી નિતી રદ કરીને પુરા પગારે કર્મચારીઓની ભરતી કરવામાં આવે તેવી માંગણી ફિક્સ પગારી કર્મચારીઓમાં ઉઠવા પામી છે.

રાજ્યભરની સરકારી કચેરીઓ તેમજ શાળાઓ અને કોલેજોમાં ફરજ બજાવતા અંદાજે વીસ હજારથી વધારે કર્મચારીઓ શોષણનો ભોગ બની હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે. દેશભરમાં રાષ્ટ્રપિતા મહાત્માગાંધીની 150મી જન્મજયંતિની ઉજવણી કરાઇ રહી છે. ત્યારે જે રીતે બાપુએ દેશ અને દેશવાસીઓને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કર્યા હતા. તેમ રાજ્ય સરકાર ફિક્સ પગારી નિતીમાંથી કર્મચારીઓને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરી છે. ફિક્સ પગારી નિતી રદ કરીને પુરા પગારના નિયમની અમલવારીની સદ્દબુદ્ધી રાજ્ય સરકારમાં આવે તેવા આશયથી ફિક્સ પગારી કર્મચારીઓ દ્વારા જુનાસચિવાલયમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારી કર્મચારીઓની ભરતીમાં ફિક્સ પગારી નીતીને દુર કરીને પુરા પગારે ભરતી કરવાની માંગણી ઉઠવા પામી છે. ફિક્સ પગારી નીતીના વિરોધમાં 20 હજાર ફિક્સ કર્મચારીઓએ લડત શરૂ કરી છે. જેના ભાગરૂપે જુના સચિવાલય ખાતે સત્યનારાયણ કથાનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો