તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોગચાળા માટે સંવેદનશીલ ગણાતા 5 વિસ્તારમાં વ્યાપક દવા છંટકાવ કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં ઝેરી મલેરિયા સહિતના રોગચાળાએ માથું ઉચક્યાના પગલે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવેલી સર્વેલન્સની કામગીરી દરમિયાન સેક્ટર 13, 24 અને 30 ઉપરાંત ઝુંપડપટી વિસ્તાર રોગચાળા સંદર્ભે વધુ સંવેદનશીલ જણાતાં તંત્ર તરફથી અહીં વ્યાપક દવા છંટકાવ કરવાની સાથે એન્ટી લારવલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દરમિયાન સરકારી હોસ્પિટલમાં વાઇરલ તાવના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

આરોગ્ય તંત્રના સત્તાવાર સુત્રોના જણાવવા પ્રમાણે નગર તમામ સેક્ટરમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન ત્રણ સેક્ટરો તથા ઝુંપડપટી વિસ્તારો કે જ્યાં વ્યાપક પ્રમાણમાં ગંદકી ફેલાયેલી છે. ત્યાં સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ડેન્ગ્યુના કેસો પર રોક લગાવવા માટે અગમચેતીના પગલા ભરવાનું જરૂરી બની રહે તેમ જણાયું હતું.

આ વિસ્તારોમાં મલેરિયા વિભાગની ટુકડીઓને કામે લગાડી દેવામાં આવી છે. સતત ભેજવાળુ વાતાવરણ રહ્યાં પછી નવેસરથી પડી રહેલી ગરમી અને ફરી શરૂ થયેલા વરસાદના કારણે મેલેરિયાના મચ્છરોના વ્યાપક બ્રિડીંગ માટે અને ટુંકાગાળા માંટે પણ ભરાયેલું રહેતુ ચોખ્ખું પાણી ડેન્ગ્યુના મચ્છરના ઉપદ્રવ માટે સાનુકૂળ રહેતું હોવાથી આ મુદે સજાગ રહેવા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે.

મનપા દ્વારા મચ્છરથી ફેલાતા મેલેરિયા સહિતના તાવના રોગચાળા સંબંધે વ્યાપક એન્ટી લારવલ કામગીરી કરાઈ રહી છે. સાથે જ દરેક ઘરે કર્મચારીઓને મોકલીની ટાંકીમાં દવા નાખવાની કામગીરી તેજ કરાઈ છે. આ કર્મચારીઓને દરેક મકાન માલિકને ફૂલ છોડના કુંડામાં તથા ફળીયામાં પડ્યા રહેતા નકામા વાસણ તથા ટાયરમાં પાણી ભરાયેલુ રહે નહીં તે જોવા સમજ આપવાનું કહેવામાં આવ્યું છે. સેક્ટર 13, 24 અને 30 ઉપરાંત ઝુંપડપટી રોગચાળા સંદર્ભે વધુ સંવેદનશીલ જણાતાં દવાના છંટકાવની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

નાગરિકોને પણ સજાગ રહેવા અપીલ
સતત ભેજવાળુ વાતાવરણ રહ્યાં પછી નવેસરથી પડી રહેલી ગરમી અને ફરી શરૂ થયેલા વરસાદના કારણે મેલેરિયાના મચ્છરોના વ્યાપક બ્રિડીંગ માટે અને ટુંકાગાળા માંટે પણ ભરાયેલું રહેતુ ચોખ્ખું પાણી ડેન્ગ્યુના મચ્છરના ઉપદ્રવ માટે સાનુકૂળ રહેતું હોવાથી આ મુદે સજાગ રહેવા નાગરિકોને અપીલ કરાઈ છે. તેમજ સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ડેન્ગ્યુના કેસો રોકવા અગમચેતીના પગલા ભરવાનું જરૂરી બની રહે તેમ જણાયું હતું.

અન્ય સમાચારો પણ છે...