તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેબી કેવી રીતે રહે સ્વસ્થ અને સુરક્ષિત, જણાવશે નિષ્ણાતો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર - દરેક મહિલા માટે માતૃત્વ તેમના જીવનનો સૌથી સુખદ અહેસાસ હોય છે. તે એક નવા જીવનને જ જન્મ નથી આપતી પણ માતા બનવું એ એના માટે પણ એક નવું જીવન જ હોય છે. સંતાનના આવવાથી તેમનું અને આખા પરિવારનું જીવન બદલાઇ જાય છે. એ નાના જીવનો ખ્યાલ તેની માતાથી વધારે ભાગ્યે જ કોઇ રાખી શકે. બાળકની ત્વચા બહું જ કોમળ અને મુલાયમ હોય છે. બાળકની ત્વચા માટે એ જરૂરી હોય છે કે માતા એની માટે એવા પ્રોડક્ટ્સની પસંદગી કરે જે બાળકને 100 ટકા જેન્ટલ કેર પુરી પાડે અને એમાં કોઇ હાનિકારક કેમિકલ ના હોય.

મળશે મેડિકલ સલાહ :

દિવ્ય ભાસ્કર પ્રસ્તુત જ્હોનસન્સ જેન્ટલ સ્પર્શ કાર્યક્રમમાં આવી જ બાબતો પર ચર્ચા થશે. જ્યાં માતાઓને શહેરના આરોગ્ય અધિકારી ડૉ. કલ્પેશ ગોસ્વામી, પ્રતિષ્ઠિત ડૉ. હેમા જોશી, બ્રિજેશ પટેલ અને પ્રતિષ્ઠિત મહિલા હર્ષાબા ધાંધલ જણાવશે કે બાળકોની યોગ્ય રીતે દેખભાળ માટે શું કરવું સર્વોપરી રહેશે? સામાન્ય રીતે જોવામાં આવે છે કે માતા બાળકની સંભાળ માટે ઘરના વડીલોની સલાહ લે છે અથવા અન્ય મહિલાઓ જે માતા બની ચુકી છે એમની સલાહ લે છે. એ પછી પણ તેમના મનમાં અનેક પશ્નો હોય છે જેમના જવાબ તેમને નથી મળતા. આ કાર્યક્રમમાં માતાઓના આવા જ પ્રશ્નોના જવાબ મળશે અને સાથે જ, નિષ્ણાતો દ્વારા સારા આરોગ્ય અંગે પણ જાણકારી મળશે.

બાળકની સ્કીન કેયર પર મળશે માહિતી:

બેબી કેરની રેન્જમાં બજારમાં અનેક ઉત્પાદનો છે. પણ તમામ માતાઓ માટે એ જાણવું જરૂરી છે કે એ જે ઉત્પાદનો પર પસંદગી ઉતારે છે એ પોતાના સંતાન માટે હાનિકારક તો નથી ને? ઉત્પાદનના પદાર્થોની સંપૂર્ણ જાણકારી હોય તો પસંદગી આસાન થઇ જાય છે. આ કાર્યક્રમમાં પ્રશ્નાવલી વખતે તમામ માતાઓ સારા આરોગ્ય અને પાલન-પોષણથી જોડાયેલી જાણકારીઓ મેળવી શકે છે.

કાર્યક્રમની માહિતી

આ કાર્યક્રમમાં એ માતાઓ ખાસ હાજર રહે જેમનાં બાળકો 3 વર્ષ સુધીની ઉંમરના છે. માતા પોતાના સંતાન અને પરિવાર સાથે આવી શકે છે.

તારીખ - 17 જાન્યુઆરી, શનિવાર

સ્થળ - સ્ટાફ ટ્રેનિંગ કોલેજ, ઓલ્ડ એમ.એલ.એ. ક્વાટર્સ, સેક્ટર - 17, ગાંધીનગર

સમય - બપોરે 3થી 5 વાગ્યા સુધી

નિ: શુલ્ક પ્રવેશ

કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ અગાઉ કે એ દિવસે પણ નીચે આપેલા નંબર દ્વારા નિ:શુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

નિ: શુલ્ક રજિસ્ટ્રેશન માટે કોલ કરો

1800 22 8111

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો