તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુ. જાતિ-જનજાતિના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે હેતુલક્ષી તાલીમ અપાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિના શિક્ષીત યુવક-યુવતીઓ હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઈ શકે તે માટે સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે. જેમાં પોલીસ,લશ્કર અને અર્ધલશ્કરી દળો જેવા કે બી.એસ.એફ, આર.એ.એફ, સી.આર.પી.એફ તથા અન્ય વિભાગમાં જોડવાની તકો મળે તે માટે પોલીસ વિભાગ હેતુલક્ષી ફ્રી માર્ગદશન પુરુ પાડવામાં આ‌વે છે. ત્યારે તાલિમમાં જોડાવા માંગતા ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ 16 જાન્યુઆરીએ સે-27 ડીએસપી કચેરીએ હાજર રહેવાનું રહેશે.

ધોરણ-12 પાસ પોલીસ તથા લશ્કરમાં ભરતી મેળામાં રાખવામાં આવતી શારીરીક ક્ષમતા ધરાવતા વિદ્યાર્થીઓએ સવારે 7 વાગ્યે પોતાના જરૂરી આધાર-પુરાવા સાથે પીઆઈ ડી. જી. ટુંડિયાનો સંપર્ક કરવાનો રહેશે. જેઓની સિલેક્શનની પ્રક્રિયા બાદ તેમને વિના મુલ્યે રહેવા-જમવાની સુવિધા સાથે તાલીમ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો