તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનસેવા કેન્દ્ર સેન્ટ્રલ ACથી સજ્જ કરી કાઉન્ટર 15થી વધારી 23 કરાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | ગાંધીનગરમાં ઓક્ટોબર-2006થી કાર્યરત જનસેવા કેન્દ્રનો હાલ રોજના 400થી 500 અરજદારો લાભ લે છે. ત્યારે હવે જનસેવા કેન્દ્રનું નવીનીકરણ કરીને આધૂનિક સુવિધાઓથી સજ્જ કરાઈ રહ્યું છે. કલેક્ટર એસ. કે. લાંગાએ કહ્યું હતું કે, ‘જનસેવા કેન્દ્રને સંપૂર્ણ રીતે વાતાનુકુલીત કરીને કાઉન્ટરની સંખ્યા પણ 15થી વધારીને 23 કરાશે.

ઈલેક્ટ્રોનિક ટોકન ડિસ્પ્લે સાથે ઈ-ધરા ધરા કેન્દ્ર પણ સમાવી લેવાશે
ઈલેક્ટ્રોનિક ટોકન ડિસ્પ્લેની સુવિધા ઉભી કરાશે. હાલ ફ્લોરિંગ અને વાયરિંગની કામગીરી ચાલી રહી છે. જે બાદ કાઉન્ટરની કામગીરી કરી કાઉન્ટરની પાછળની સ્પેસ ઘટાડીને અરજદારો માટેની સ્પેસ વધારાશે. અરજદારોને બેસવા માટે આરામદાયક વ્યવસ્થા ઉભી કરાશે. તો ઈ-ધરા કેન્દ્રને પણ જનસેવા કેન્દ્રની સાથે જ સમાવી લેવાશે.’ જિલ્લા તંત્ર દ્વારા જુનના એન્ડ સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જેમાં દરેક પ્રકારની સેવાઓ માટે માહિતી અને માર્ગદર્શન આપતા બોર્ડ મુકવામાં આવશે

કામગીરી બીજા ફેઝમાં હાલમાં ચાલતી સબ રજિસ્ટ્રાર કચેરીને ખસેડીને જનસેવા કેન્દ્રની બાજુમાં ખુલ્લી જગ્યામાં લઈ જવાશે. જ્યાં ચાર જેટલા કેબિન ઉભા કરી અરજદારોને દસ્તાવેજ નોંધણીની ઝડપી સેવા આપવામા આવશેે. કાઉન્ટરો સાથે અરજદારોને બેસવા વ્યવસ્થામાં વધારો કરાશે. જેમાં પણ અરજદારોને આરામદાયક એર કન્ડીશન હોલની સુવિધા મળશે. તો હાલની સબ સજિસ્ટ્રાર કચેરીની જગ્યાએ આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ, ઈ સ્ટેમ્પ પેપર, ફ્રેન્કીંગ મશીનની સુવિધા ઉભી કરાશે.

આ ઉપરાંત ખેતી અને બીન ખેતી દસ્તાવેજોની નોંધણીની કામગીરી અલગ કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...