તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીનો ઉન્માદ! ગાંધીનગરમાં 2 પક્ષ વચ્ચેની ડિબેટમાં મારામારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીનો ઉન્માદ કહો કે પક્ષો પ્રત્યેની ‘વફાદારી’ સે-7માં તાજેતરમાં યોજાયેલી એક ન્યુઝ ચેનલની લાઈવ ડિબેટમાં ભાજપ-કોંગ્રેસના સમર્થનમાં આવેલા લોકો વચ્ચે મારામારીની ઘટના બની હતી.ડિબેટમાં કોંગ્રેસમાંથી સૂર્યસિંહ ડાભી, જયરાજસિંહ તથા ભાજપમાંથી આશિષ દવે પૂર્વ ધારાસભ્ય અશોક પટેલ હાજર રહ્યાં હતા. જેમાં બંને પક્ષના નેતાઓના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ડિબેટ દરમિયાન એક વડીલ વચ્ચે બહુ ઉત્સાહમાં દેખાતા હતા. ડિબેટમાં જ્યારે બ્રેક પડ્યો ત્યારે ઉત્સાહમાં આવેલા આ વડીલને બીજી બાજુ બેઠેલા શખ્સે ટકોર કરતાં બંને વચ્ચે વાત વણસી હતી. બે પક્ષ વચ્ચેની હુંસાતુંસીમાં નહીં પણ સમર્થકો વચ્ચેની આંતરિક બાબતમાં થયેલી સામાન્ય તકરારમાં બંને પક્ષના સમર્થકો પણ જોડાઈ જતા છૂટાહાથની મારામારી થઈ હતી અને ખુરશીઓ ઉછળી હતી.

આ સમયે ડિબેટ માટે આવેલા બંને પક્ષના નેતાઓએ લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. પાંચ મિનિટ માટે વણસેલી વાત બાદ ફરીથી ડિબેટ શરૂ થઈ ગઈ હતી અને લોકો પણ તેમાં શાંતિથી બેઠા અને ફરી હાથ ધરાયેલી ચર્ચામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...