તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોબાઇલ વાન દ્વારા કરાયેલા 95 ટેસ્ટમાંથી આઠ TBના કેસ મળ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | જિલ્લામાં ટીબીની બિમારીની અવરનેસ માટે મોબાઇલ ટીબી વાન જિલ્લાના શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં દસ દિવસ સુધી ભ્રમણ કર્યું હતું. જેમાં મોબાઇલ ટીબી વાનની અદ્યતન ટેસ્ટીંગ સિસ્ટમની મદદથી કુલ 95 સેમ્પલનું ટેસ્ટીંગ કરાયું હતું. જેમાંથી માત્ર આઠ કેસ ટીબીના મળી આવ્યા હતા.

જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વાને ભ્રમણ કર્યું
પોલીયોની જેમ જ ભારતમાંથી ટીબીની બિમારીને જડમૂળમાંથી દુર કરવા માટે કેન્દ્રના આરોગ્ય વિભાગ દ્વારા મોબાઇલ ટીબીવાન સેવા શરૂ કરવામાં આવી રહી છે. પાટલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ થયેલી મોબાઇલ ટીબી ટેસ્ટીંગ વાન ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી જુદા જુદા વિસ્તારોમાં સતત દસ દિવસ સુધી ફરીને દર્દીઓના લોહી તેમજ ગળફાના સેમ્પલ લઇને તેનું ઓન ધ સ્પોટ ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતુ્ં.

મોબાઇલ ટીબી ટેસ્ટીંગ વાનમાં અદ્યતન ટેસ્ટીંગ મશીનની સુવિધા મુકવામાં આવી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરાયેલી ટીબી ટેસ્ટીંગ મોબાઇલ વાનને રાજ્યભરના અલગ અલગ જિલ્લાઓમાં તબક્કાવાર ફરશે. ટીબી ટેસ્ટીંગ મોબાઇલ વાન ગત ડિસેમ્બર માસમાં ગાંધીનગર જિલ્લામાં આવી હતી.

ટીબી ટેસ્ટીંગ મોબાઇલ વાન ગત તારીખ 31મી,ડિસેમ્બર થી તારીખ 11મી, જાન્યુઆરી સુધી ગાંધીનગર જિલ્લાના સંવેદનશીલ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ભ્રમણ કરીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. દસ દિવસ સુધી ટીબી ટેસ્ટીંગ મોબાઇલ વાનમાં કુલ 95 સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. મોબાઇલ વાનમાં ટેસ્ટીંગ કરાયેલા સેમ્પલમાંથી આઠ કેસ પોઝીટીવ આવ્યા છે.

પોઝીટીવ કેસવાળા દર્દીઓને જરૂરી ટીબીની દવાઓ સહિતની સારવાર આપવામાં આવી રહી છે. પોઝીટીવ કેસોમાં દહેગામમાં ત્રણ, માણસામાં બે, કલોલના બે અને ગાંધીનગરમાંથી એક ટીબીનો દર્દી મળી આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...