તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GPSCના Dy. SOનાે આપઘાત, સુસાઈડ નોટમાં 3 તારીખ મળી આવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | સેક્ટર-30માં રહેતાં અને જીપીએસસી ભવન ખાતે ડીવાયએસઓ યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવક મૂળ જૂનાગઢના સાપરનો રહેવાસી છે અને અહીં સરકારી ક્વાર્ટર્સમાં રહેતો હતો. એક જુના પેજ પર મળેલી સુસાઈડ નોટમાં પહેલાં 12 જુન અને 14 જુન તારીખો લખી છે જે ચેક્યા બાદ 15 જૂન તારીખ લખી છે. તેથી આ મુદાએ અટકળો ચાલે છે

4 દિવસની ગડમથલ બાદ આપઘાત કર્યાનું અનુમાન, 1 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા
અનુમાન લગાવાઈ રહ્યું છે કે તે છેલ્લા ચાર જીવનથી જીવનો અંત લાલવા માટે વિચાર રહ્યો હોવો જોઈએ. ઘટનાની વિગત પ્રમાણે જૂનાગઢનો સાપરનો વતની સંદિપ કનુભાઈ ચાવડા ગાંધીનગર સ્થિત જીપીએસસી ભવનમાં ડીવાયએસઓ તરીકે નોકરી કરતો હતો. સેક્ટર-30માં બ્લોક નંબર 12/2 ચ ટાઈપ ખાતે રહેતા સંદીપ સાથે તેના ત્રણ મિત્રો પણ રહેતા હતા. તેના બે મિત્રો વતન ગયા હતા અને એક મિત્ર ઘરે હતો. શુક્રવારે રાત્રે સાડાદશ વાગ્યાના સુમારે બંને મિત્રો ભેગા બેઠા હતા જે બાદ અલગ-અલગ રૂમમાં સુઈ ગયા હતા. સવારે પોણા નવ વાગે પણ સંદીપે દરવાજો ન ખોલતા તેના મિત્ર રણજીત વાંકે દરવાજો ખખડાવ્યો હતો. જોકે સામેથી કોઈ જવાબ ન આવતા તેણે ઘરની બહાર જઈને બારમાંથી જોયું ત્યારે સંદીપ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને પગલે તેના મિત્રએ તાત્કાલિક સે-21 પોલીસને જાણ કરતાં પીએસઆઈ ખરચરીયા ટીમ સાથે દોડી આવ્યા હતા. પોલીસે જાણ કરતાં એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સંદીપના પીએમ બાદ તેના કૌટુંબિક કાકા તેની લાશ લઈને વતન જવા રવાના થયા હતા.આ બનાવથી સેકટર-30મા ભારે ચકચાર મચી જવા પામી છે.

આપઘાતને પગલે પોલીસ અને એફએસએલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

‘મારી લાશ સાંજ સુધી વતન પહોંચાડી દેવી’
મળેલી માહિતી પ્રમાણે સંદીપ છેલ્લા ત્રણ વર્ષથી જીપીએસસી ખાતે ડીવાયએસઓ તરીકે નોકરી કરતો હતો. તેના લગ્ન પણ એક વર્ષ પહેલાં જ થયા હતા, તેની પત્ની વતનમાં રહેતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત માટે કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. મૃતક સંદીપ પાસેથી એક સુનાઈડ નોટ મળી છે જેમાં લખ્યું છે, આ માટે કોઈને જવાબદાર ન ગણવા, નો મીડિયો નો ન્યુઝ. મારી લાશ સાંજ સુધીમાં મારા વતન પહોંચાડી દેવી’

અન્ય સમાચારો પણ છે...