તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેગામનો યુવાન સ્વાઇન ફ્લૂની ઝપેટમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચી ગયો છે. કાતિલ ગરમીના દિવસોમાં પણ ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરના 38 વર્ષના યુવાનને સ્વાઇન ફ્લૂની બિમારીએ ઝપટમાં લીધો હોવાનું પ્રકાશિત થયું છે. કાળઝાળ ગરમી શરૂ થવાની સાથે સ્વાઇન ફ્લૂ રોગચાળો નાબુદ થઇ જતો હોય છે. પરંતુ આશ્ચર્ય વચ્ચે વધુ એક કેસ નોંધાયો છે. આ સાથે એપ્રિલ મહિનામાં ગાંધીનગર તાલુકામાં એક અને દહેગામમાં એક મળીને બે કેસ નોંધાયા છે. સ્વાઇન ફ્લૂનો ટેસ્ટ પોઝિટીવ આવતા યુવાનને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેના પરિવારજનોને નિરિક્ષમમાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...