તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટનગરમાં ટ્રાફિક પાર્ક ઉભો કરવાની દરખાસ્તને ધૂળ લાગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યા ગંભીર છે તેના કારણે રોજબરોજ અકસ્માતના બનાવો બને છે. શહેરના મુખ્ય માર્ગો અને આંતરીક માર્ગો પહોળા છે. પરંતુ વાહન ચાલકોમાં ટ્રાફિક સેન્સ ન હોવાથી અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે લોક જાગૃતિ તેમજ લોક શિક્ષણ હેતુસર અમદાવાદની પેટર્ન પ્રમાણે ટ્રાફિક પાર્ક વિકસાવવા 2002માં દરખાસ્ત થઈ હતી. 5 વર્ષ પહેલા ફરીથી કવાયત પણ કરાઇ હતી, પરંતુ ટ્રાફિક પાર્ક ઉભો કરવા સ્પોન્સર ન મળતા આ દરખાસ્તની ફાઇલ પર ધૂળ ચઢી ગઇ છે.

શહેરના તમામ સેક્ટરો ઝીગઝેગ રીતે આવેલા હોવાથી સેક્ટરોમાંથી મુખ્ય માર્ગ પર આવવાના એક-બે નહી પરંતુ પાંચથી સાત રસ્તા છે. ઉપરાંત શહેરમાં સ્પીડ લીમીટ પ્રતિ કલાકના 40 કિલોમીટરની નિયત કરાઇ છે તેનું પાલન થતું કે કરાવાતું પણ નથી આ સંજોગોમાં ટ્રાફિક પ્રત્યે લોકજાગૃતિ કેળવાય અને શિક્ષણ અને માર્ગદર્શન મળે તે માટે ટ્રાફિક પાર્ક વિકસાવવાનું આયોજન કરાયું હતું તેની વિધીવત દરખાસ્ત પણ થઈ હતી.

તે વખતે બાલોદ્યાન તેમજ હરણોદ્યાન જેવા બાળકો અને સહેલાણીઓની વધારે અવર જવરવાળા ગાર્ડનમાં વ્યવસ્થા કરવા તથા ત્યાં જુદાજુદા મોડેલ્સ ગોઠવવાની વિચારણા કરાઇ હતી.

ગાંધીનગરના તત્કાલીન ડીએસપી ગીરીશ સિંઘલે પણ ટ્રાફિક પાર્ક વિકસાવવા કવાયત કરી હતી. જગ્યાઓ પણ પસંદ કરવામાં આવી હતી. પરંતુ વહીવટી તંત્ર તરફથી સહયોગ ન મળતા કામ થઈ શક્યુ ન હતું. પાર્ક બનાવવા એક સંસ્થાએ 50 લાખની સ્પોન્સરશીપ આપવાની વાત પણ કરી અને બાદમાં ના પાડી દીધી હતી. ગાંધીનગર શહેરમાં ટ્રાફિક પાર્ક બનાવવા સ્પોન્સર મળતા ન હોવાથી 11 વર્ષ પહેલા શરૂ કરેલી આ કવાયત વિસરાઇ ગઇ છે.

ઉદ્યાનોના નવીનીકરણમાં સમાવેશ થયો નથી
પાટનગર યોજના વિભાગે મહાપાલિકાને સોંપેલા સરિતા ઉદ્યાન અને બાલોદ્યાનનું રિનોવેશન 10 કરોડના ખર્ચ હાથ ધરાયું છે. મોટાભાગનું કામ પૂર્ણ થઇ ગયુ છે અને તેમાં ટ્રાફિક પાર્કની યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...