GITમાં ડ્રગ એબ્યુઝ, ફિટનેસ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (જીઆઈટી) ખાતે ડ્રગ એબ્યુઝ અને ફિટનેસ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફિટનેસને લઈને જુદી-જુદી એક્ટિવિટી યોજાઈ હતી. જેમાં ક્રિટીકલ થિંકિંગ, ફિટનેસ ચેલેન્જ જેવી ઈવેન્ટ આયોજિત કરાઇ હતી.

આ સાથે વિદ્યાર્થીઓએ વૉલ પર પેઈન્ટિંગ્સ કરી વ્યસન મુક્તિનો મેસેજ પણ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સુપ્રિન્ટેન્ડન્ટ હરીશ કુમાર મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા.

વિદ્યાર્થીઓને આપણા સમાજમાં વધતા જતા ડ્રગનાં સેવનને અટકાવવા માટે ઉદાહરણો દ્વારા તંદુરસ્ત અને સ્વસ્થ રહેવા પ્રેરણા આપી હતી. આ સાથે તણાવ કઈ રીતે યુવાનોને નશા પ્રવૃત્તિ તરફ દોરી શકે છે તે પણ તેમણે સમજાવ્યું હતું.આમ આ રીતે જીઆઈટીમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ માહિતી અપાઈ હતી.

વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિનો મેસેજ આપ્યો

અન્ય સમાચારો પણ છે...