તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાયોના ‘રસ્તારોકો’ આંદોલન વચ્ચે સાચવીને જતા વાહનચાલકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર આરટીઓથી પાસેની આ તસવીર જોતા લાગે કે ગાયોએ ભેગા મળીને કોઈ પ્રશ્ને રસ્તા રોકો આંદોલન શરૂ ન કરી દીધું હોય. ત્યારે ગાયોના આ રસ્તારોકો આંદોલન વચ્ચે વાહનચાલકોને બહુ થોડી જગ્યામાં સાચવીને અવરજવર કરવી પડી હતી. દિવસભરમાં હજારોની સંખ્યામાં ગાંધીનગર આરટીઓ જતા અરજદારો પાસે આ રસ્તા સિવાય કોઈ વિકલ્પ નથી. જ્યાં મોટભાગે ગાયો પોતાનો અંડિગો જમાવીને બેસી રહે છે. શહેરને રસ્તે રખડતા ઢોરથી મુક્ત કરવાની ડાહી-ડાહી વાતો કરતું તંત્ર વીઆઈપી મુવમેન્ટ વખતે જ ઢોર પકડવા માટે સક્રીય થતું હોવાની ચર્ચા હાલ શહેરમાં છે.

અન્ય સમાચારો પણ છે...