તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિ. પં.ના સભ્યોને ગ્રાન્ટ ફાળવાઈ સ્વભંડોળ પર વધુ 6 કરોડનો બોજો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | પોતાના વિસ્તારોમાં વિકાસના કામો કરી શકે તે માટે જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી દરેક સદસ્યોને રૂપિયા 20-20 લાખની ગ્રાન્ટ આપવાનો ઠરાવ ગત સામાન્ય સભામાં કરાયો હતો. જેને લીલી ઝંડી જિલ્લા વિકાસ અધિકારીએ આપતા સ્વભંડોળમાં રહેલા 25 કરોડમાંથી વધુ છ કરોડ ઓછા થતા સ્વભંડોળ પર વધુ 6 કરોડનો બોજો પડશે.

સદસ્યોએ વિકાસના કામોની દરખાસ્તો ટીડીઓને કરવાની રહેશે
ગાંધીનગર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી સદસ્યોને પોતાના મતવિસ્તારમાં વિકાસ કામો કરવા 20-20 લાખની ગ્રાન્ટ ફાળવવા ગત 19મી, ડિસેમ્બરની સામાન્ય સભામાં ઠરાવ કર્યો હતો. જોકે સ્વભંડોળમાં પુરતુ ભંડોળ નહી હોવાથી નિયમ પ્રમાણે ગ્રાન્ટ મળશે નહી તેમ સામાન્ય સભાના સચિવ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

સામાન્ય સભાને પૂર્ણ થયાને માત્ર 18 દિવસમાં જિલ્લા વિકાસ અધિકારી સહમત થઇને જિલ્લા પંચાયતના 30 સદસ્યોને સ્વભંડોળમાંથી રૂપિયા 20-20 લાખની ગ્રાન્ટ આપવાનો નિર્ણય જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે. આથી જિલ્લા પંચાયતના સદસ્યોમાં હરખની હેલી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સદસ્યોને અગાઉ સ્વભંડોળમાંથી 30-30 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જ્યારે બીજી વખત 20-20 લાખની ગ્રાન્ટ ફાળવતા સ્વભંડોળમાંથી 50 લાખ રૂપિયા પ્રત્યેક સદસ્યોને ફાળવાયા છે.

સદસ્યોને સ્વભંડોળમાંથી ફાળવવામાં આવનાર 20-20 લાખની ગ્રાન્ટને ચાલુ નાણાંકિય વર્ષ 2019-2020ના સુધીમાં એટલે 31મી માર્ચ-2020 સુધીમાં વાપરી નાંખવાની રહેશે. જોકે નાણાંકિય વર્ષ સુધી ગ્રાન્ટ નહી વપરાય તો આગામી ડિસેમ્બર-2020માં જિલ્લા પંચાયતની વર્તમાન ચૂંટાયેલી પાંખની મુદત પૂર્ણ થતાં ચૂંટણી આવશે. આથી ગ્રાન્ટનો ઉપયોગ વિકાસ કામોમાં થાય છે કે નહી તે તો આગામી સમય જ બતાવશે. સદસ્યોને સ્વભંડોળમાંથી ગ્રાન્ટની લ્હાણી કરવામાં આવતા જિલ્લા પંચાયતના સ્વભંડોળ ઉપર વધુ રૂપિયા 6 કરોડનો આર્થિક બોજો પડશે. જેથી હાલમાં 25 કરોડની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી 19 કરોડ બચશે તેવી શક્યતા રહેલી છે.

જોકે સ્વભંડોળમાંથી ફાળવેલી ગ્રાન્ટમાંથી સદસ્યોએ સુચવેલા કામોની ટીડીઓ દ્વારા સમિક્ષા કરીને પ્લાન એસ્ટીમેન્ટ તૈયાર કર્યા બાદ કામગીરી શરૂ કરીને સદસ્યોને ફાળવેલી ગ્રાન્ટમાંથી નાણાં ચુકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો