તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GWSSBની અધિક મદદનીશ ઈજનેરની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોમાં અસંતોષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર | ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરાયેલી અધિક મદદનીશ ઈજનેર (સિવિલ) માટેની કુલ 83 જગ્યાઓની ભરતી પ્રક્રિયાને લઈને ઉમેદવારોમાં અસંતોષ ઉભો થયો છે. ભરતી પ્રક્રિયામાં હાલ બોર્ડ દ્વારા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરાઈ રહી છે. ત્યારે આ મુદ્દે અસંતોષને લઈને 20 જેટલા ઉમેદવારોએ GWSSB કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને પાસ થયેલા તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવાની માંગ કરી છે.

હાલ બોર્ડ દ્વારા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કરાઈ રહી છે
અરજીમાં ઉમેદવારોની માંગ છે કે જુન-2018માં લેવાયેલી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોનું લીસ્ટ તો ઓનલાઈન મુકાયું છે પરંતુ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવ્યા નથી. જેથી તમામ ઉમેદવારોના સીટ નંબર, નામ અને ગુણ થા કેટેગરી સાથેની યાદી પ્રસિદ્ધ થવી જોઈએ.

આ સાથે જ જીપીએસસીની જેમ જ ઓએમઆર સીટ સ્કેન કરીને ઓનલાઈન મુકાવી જોઈએ. પરીક્ષાના નોટિફીકેશનમાં જાહેર કરાયું હતું કે, પ્રમાણપત્રોની ચકાસણી માટે ત્રણ ગણા ઉમેદવારો બોલાવાશે જ્યારે તેની સામે હાલ બેગણા જ ઉમેદવારો બોલાવાયા હોવાનો આક્ષેપ ઉમેદવારોએ અરજીમાં કર્યો છે.

ગુજરાત પાણી પુરવઠા અને ગટર યોજના અધિક મદદનીશ ઈજનેરની ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોમાં અસંતોષ ફેલાયો હતો. તસવીર: કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો