તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આલમપુર ગામના બુટલેગરની પાસા હેઠળ અટકાયત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીને ધ્યાને લઈને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ હરે તે જિલ્લા પોલીસ સક્રિય છે ત્યારે ગાંધીનગર એલસીબીએ આલમપુર ગામના શખ્સ ફતેસિંહ ઉર્ફે ગોપાલ સોલંકી સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપી હતી. જે સંદર્ભે આરોપી સામે પાસા અટકાયતિ વોરંટ ઈસ્યુ થયું હતું. જે બાદ એલસીબી પીએસઆઈ વાય. જે. રાઠોડને મળેલી બાતમીના આધારે આલમપુર ગામની સીમ ખાતે ઓએનજીસીના વેલ પાસે બોરકુવા પર રહેતાં આરોપી ફતેસિંહેને પકડીને એલસીબી લવાયો હતો. વોરંટની બજવણી કરી આરોને પોલીસ જાપ્તા હેઠળ વડોદરા મોકલી અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...