Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્રામ પંચાયત છતાં જિલ્લાનાં 22 ગામ મહેસૂલી ચોપડે ચઢ્યાં જ નથી
વિકાસ ગ્રાન્ટમાંથી ચોક્કસ હિસ્સો મૂળ ગામથી છુટા પડેલા ગામને આપવાનો રસ્તો કાઢ્યો છે
નવા ગ્રામ પંચાયત જાહેર થયેલા પરંતુ મહેસૂલી ગામ તરીકે સરકારી ચોપડે નહીં ચઢેલા ગામનો વિકાસ અટકે નહીં તેના માટે સરકારે મૂળ ગામને અપાતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટમાંથી ચોક્કસ હિસ્સો મૂળ ગામથી છુટા પડેલા ગામને આપવાનો રસ્તો કાઢ્યો છે.
મહેસૂલી ચોપડે નહીં ચઢેલા ગામ સંબંધે સરકારની પ્રવર્તમાન જોગવાઇઓ પૂર્ણ કરી હોય તેવી એક પણ ગ્રામ પંચાયતને રેવન્યુ વિલેજનો દરજ્જો આપવાનું બાકી નથી. પરંતુ મૂળ ગામમાંથી છૂટા પડેલા પરાને વસ્તી અને વિસ્તારના ધોરણે ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો હોય અને તેના માટેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ ન થઇ હોય તેથી રેવન્યુ વિલેજ જાહેર કરવાના બાકી હોય તેવા ગાંધીનગર જિલ્લામાં 22 ગામ છે. નવા જાહેર થયેલા ગામ તથા મૂળ ગામ દ્વારા સર્વ સમંતિનો ઠરાવ પસાર કરવાનો રહે છે, તેને ધારાસભ્ય, સાંસદ અને જિલ્લા પંચાયત મંજૂરી આપે અને તે પછી રેવન્યુ વિલેજ અંગેની દરખાસ્ત કલેક્ટરને મોકલવામાં આવે છે. કલેક્ટર તેમના અભિપ્રાય સાથે આ દરખાસ્ત સરકારને મોકલે ત્યાર બાદ રેવન્યુ વિલેજ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે.ગામને રેવન્યુ વિલેજ જાહેર કરવામાં નહીં આવવાના કિસ્સામાં રાજ્યના સેંકડો ગામનો વિકાસ અટકી જાય છે.
ગાંધીનગર | ગ્રામ પંચાયત જાહેર કરાયા છતાં ગામને રેવન્યુ વિલેજ જાહેર કરવામાં નહીં આવવાના કિસ્સામાં રાજ્યના સેંકડો ગામનો વિકાસ અટકી જાય છે. ગાંધીનગર જિલ્લાના આવા 22 ગામ છે. ત્યારે નવા ગ્રામ પંચાયત જાહેર થયેલા પરંતુ મહેસૂલી ગામ તરીકે સરકારી ચોપડે નહીં ચઢેલા ગામનો વિકાસ અટકે નહીં તેના માટે સરકારે ગામને અપાતી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસ ગ્રાન્ટમાંથી હિસ્સો મૂળ ગામથી છુટા પડેલા ગામને આપવાનો રસ્તો કાઢ્યો છે.