તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીનગર-કોબા રોડ પર વાહનો માટે ગતિ મર્યાદા લાવવા માગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર-કોબા હાઇવે આગામી સમયમાં જીવલેણ માર્ગ તરીકે ઓળ્ખ ઉભી કરશે તેવું દિન-પ્રતિદિન વધતા જતા માર્ગ અકસ્માતો પરથી લાગી રહ્યું છે. માર્ગની આ ઓળખ ઉભી થાય નહી તે માટે પસાર થતા વાહનોની સ્પિડ લિમિટની અમલવારી કરાવવા સ્થાનિકોએ માંગણી સાથે કલેક્ટરને રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર શોપિંગ સેન્ટર, સ્કુલ તેમજ રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી લોકોની સતત અવર જવર રહેતી હોય છે.

રાજ્યના પાટનગરનો ગાંધીનગરથી કોબા હાઇવે ઉપર સ્પિડમાં વિકાસ થઇ રહ્યો છે. વિકાસને પગલે માર્ગ મકાન વિભાગ દ્વારા માર્ગોને પહોળા કરવામાં આવ્યા છે. પરંતુ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોની સ્પિડ લિમિટનો કોઇ કડક કાયદો બનાવવામાં નહી આવતા માર્ગ અકસ્માતોના બનાવો દિન-પ્રિતદિન વધી રહ્યા છે. જેમાં જીવલેણ અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું હોવાથી આસપાસના રહિશોમાં રોષ ઉઠવા પામ્યો છે.

આ માર્ગ ઉપર પાંચેક જેટલી મોટી સ્કુલો તેમજ શોપીંગ સેન્ટરો આવેલા છે. ઉપરાંત માર્ગની બન્ને સાઇડ રહેણાંક વિસ્તારો આવેલા હોવાથી માર્ગ ઉપર સતત લોકોની અવરજવર રહેતી હોય છે. આથી બેફામ ગતિએ પસાર થતા વાહનોના ચાલકો રોડ ક્રોસ કરતા લોકોને અડફેટે લેતા નાના-મોટા અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે.

આ માર્ગ ઉપર અકસ્માતોને પગલે પસાર થતાં રાજ્યના મુખ્યમંત્રી અનેક વખત પોતાનો કાફલો રોકીને અકસ્માતના ઇજાગ્રસ્તોને વહારે આવ્યા છે. ગાંધીનગર થી કોબાના માર્ગ ઉપર કુડાસણ પાટીયા, ભાઇજીપુરા પાટીયા અને કોબા પાટીયા એમ ત્રણ જગ્યાએ ક્રોસ રોડ આવેલા હોવા છતાં બેફામ પસાર થતાં વાહનોની સ્પિડ લિમિટ માટે કોઇ જ પ્રકારનું નક્કર આયોજન કરાયું નથી તેમ રહિશોએ જણાવ્યું છે. અકસ્માતથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને આર્થિક તેમજ સામાજીક વિંટમબણાઓ સહન કરવી પડે છે.

આથી આ માર્ગ ઉપરથી પસાર થતાં વાહનોની સ્પિડ લિમિટ માટે તાકિેદે નક્કર આયોજનની માંગ સાથે સ્થાનિક રહિશોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

ગાંધીનગર થી કોબા રોડ ઉપરના રોડ ઉપર બેફામ વાહન વ્યવહાર ને લીધે અકસ્માત નું જોખમ વધ્યું હોવાથી તેના નિયંત્રણ માટે સ્થાનિક સોસાયટી ના રહીશો એ વિરોધ સાથે કલેક્ટર ને આવેદન આપ્યું હતું. તસવીર: કલ્પેશ ભટ્ટ

અન્ય સમાચારો પણ છે...